હૈદરાબાદ:ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ સમાપ્તી થવાની છે. પરંતુ આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં સપ્ટેમ્બર મહિનાની 26, 27, 28ના રોજ વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન આ વર્ષે 15-20 જૂનના આસપાસ શરૂ થયું હતું. જ્યારે 25-26 જૂનના આસપાસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું આગમન થઈ ગયું હતું. આમ રાજ્યમાં ચોમાસાની ઋતુને શરૂ થઈને લગભગ ત્રણ મહિના થઈ ચૂક્યા છે. આ દરમિયાન ચાર મહિનાની આ ઋતુ ક્યારે સમાપ્ત થશે તે માટે હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD) 26 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ જિલ્લામાં ન્યુનત્તમ સંભાવના છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ (IMD) રાજ્યમાં ઓરેન્જ એલર્ટ: હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર રાજ્યના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જે અનુસાર 26 સપ્ટેમ્બરે ભાવનગર, નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટેલે કે અહી ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD) 27 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બરે પણ સ્થિતિ સમાન જ રહેશે જ્યાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કચ્છ જિલ્લામાં નહિવત વરસાદની સંભાવના છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ (IMD) રાજ્યમાં રેડ એલર્ટ: હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર રાજ્યના અમુક જિલ્લામાં રેડ એલર્ટ છે. જે અનુસાર 27 સપ્ટેમ્બરે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે એટેલે કે અહીં અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે.
ગુજરાતમાં હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD) 28 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 સપ્ટેમ્બરે પણ સ્થિતિ ફેરફાર થઈ શકે છે જ્યાં કચ્છ, મોરબી, દ્વારકા અને જામનગરમાં વરસાદની સંભાવના નથી. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
ગુજરાતમાં હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD) 29 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 સપ્ટેમ્બરથી વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના છે. પરિણામે આ દિવસથી વરસાદનું જોર ફરી ઘટવાનું શરૂ થશે. અને મધ્યમ વરસાદની સંભાવના માત્ર દક્ષિણ ગુજરાત સુધી જ સીમિત રહેશે.
અહી નોંધનીય બાબત છે ચોમાસાની શરૂઆતથી આજ દિવસ સુધી વાતાવરણમાં ઘણી વર પલટો આવ્યો છે. પરિણામે મધ્ય ચોમાસા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસતો હતો અને ત્યારબાદ ફરી વાતાવરણ શાંત થયું હતું ત્યારબાદ હવે ફરી મધ્યમ વરસાદનો પલટો આવ્યો છે.
ગુજરાતમાં ચોમાસું સમાપ્તિની તારીખ (IMD) રાજ્યમાં ચોમાસાની સમાપ્તિ: ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સામાન્ય રીતે કચ્છ વિસ્તારમાં 20 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરમાં ચોમાસુ પૂર્ણ થશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં ચોમાસું પૂર્ણ થશે. આમ વાસ્તવમાં સંપૂર્ણ ગુજરાતમાં સોમસની ઋતુની સમાપ્તિ 3 થી 5 ઓક્ટોબરની વચ્ચે થશે અને ત્યારબાદ શિયાળાની ઋતુનું આગમન થશે.
આ પણ વાંચો:
- ડાયમંડ સિટી થયું પાણી પાણી : સુરતમાં 3 ફૂટ પાણીમાં બાળકો ફસાયા, ખભા પર બેસાડી રેસ્ક્યુ કર્યા - Surat city rain
- ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી : ભારે પવન સાથે વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Gandhinagar rain