ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશ વિસર્જનમાં કેવું રહેશે હવામાન: વિસર્જન વખતે કોરા રહેશો કે ભીંજાશો, શું કહે છે હવામાન વિભાગ, જાણો - gujarat weather update - GUJARAT WEATHER UPDATE

ભારતભરમાં ગણેશ ચતુર્થીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો ધૂમધામથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. સાથે આગામી દસમાં દિવસે ગણેશજીનું વિસર્જન થશે, જોકે વિસર્જન વખતે રાજ્યમાં વરસાદની સંભાવના છે. જાણો શું કહે છે ભારતીય હવામાન વિભાગ. gujarat weather update

વિસર્જન વખતે કોરા રહેશો કે ભીંજશો, શું કહે છે હવામાન વિભાગ, જાણો
વિસર્જન વખતે કોરા રહેશો કે ભીંજશો, શું કહે છે હવામાન વિભાગ, જાણો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 4:25 PM IST

Updated : Sep 12, 2024, 4:41 PM IST

હૈદરાબાદ: ભરતમાં ગણેશ ઉત્સવની રમઝાટ ચાલી રહી છે. 7 સપ્ટેમ્બરે ગણેશજીનું આગમન થયું હતું. આ દરમિયાન રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી. આજ રોજ ગણેશ ચતુર્થીનો છઠ્ઠો દિવસ છે એટેલે કે આવતી કાલે 13 સપ્ટેમ્બરના રોજ સાત દિવસનું વિસર્જન થશે ઉપરાંત 16 સપ્ટેમ્બરના રોજ દસ દિવસનું વિસર્જન થશે. આ દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે જાણો.

ગુજરાતમાં આગામી 5 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

12 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 સપ્ટેમ્બરે દક્ષિણ-ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

13 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 સપ્ટેમ્બરે દક્ષિણ-ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)
ગુજરાતમાં આગામી 5 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

14, 15 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 15 સપ્ટેમ્બરે પણ સ્થિતિ યથાવત રહેશે.

ગુજરાતમાં આગામી 5 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

16 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દસમાં દિવસે એટેલે કે વિસર્જનના દિવસે પણ હવામાન પરિસ્થિતિમાં કોઈ ફેરફાર રહેશે નહીં.

અહીં નોંધનીય બાબત એ છે કે, વિસર્જન દિવસે વરસાદ અતિ માત્રામાં નથી પરિણામે વરસાદના કારણે ટ્રાફિક સર્જાવાની શક્યના ઓછી દેખાય છે.

આ પણ વાંચો:

  1. રાજ્યમાં વાતાવરણમાં પલટો: વરસાદનું જોર ઘટ્યું પણ ક્યારે થશે ચોમાસું સમાપ્ત? જાણો - Gujarat weather update
  2. મેઘરાજાએ ઉમરપાડાને ઘમરોળ્યું, 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી તારાજી જેવી સ્થિતિ, રોડ-રસ્તાને નુકશાન - Gujarat Weather updates
Last Updated : Sep 12, 2024, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details