ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: ખેડૂતો સાચવજો આજે છે અત્યંત ભારે વરસાદની સંભાવના... - GUJARAT WEATHER UPDATE

રાજ્યમાં 27 ડિસેમ્બર એટલે કે, આજ રોજ ભારે વરસાદની આગાહી છે. પરિણામે IMD દ્વારા ચાર જિલ્લાઓમાં એરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ખેડૂતો સાચવાજો આજે છે અત્યંત ભારે વરસાદની સંભાવના
ખેડૂતો સાચવાજો આજે છે અત્યંત ભારે વરસાદની સંભાવના (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2024, 12:06 PM IST

Updated : Dec 27, 2024, 12:18 PM IST

હૈદરાબાદ:રાજ્યમાં કમોસમી વરસાદે જોર પકડયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 27 ડિસેમ્બર એટલે કે, આજ રોજ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીજિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પરિણામે IMD દ્વારા આ જિલ્લાઓમાં એરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં સપાટી પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

વરસાદની સંભાવના:આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

27 ડિસેમ્બરે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ (IMD)

અહીં જાણવા જેવી બાબત એ છે કે, અગાઉ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માટે એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બર માટે કમોસમી વરસાદની આગાહી દર્શવાવામાં આવી હતી. જોકે ત્રણ દિવાસમાંથી બીજા જ દિવસે IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ: 28 ડિસેમ્બરે જોકે વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ IMD દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ થવાની સાંભવના છે. આમ આ ત્રણ દિવસોમાંછોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીજેવા જિલ્લાઓમાં વરસાદની શકયતા અધિકતમ છે.

28 ડિસેમ્બર હવામાન આગાહી (IMD)

રવિ પાકોને નુકસાન: કમોસમી વરસાદની આગહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોએ લીધેલા રવિ પાકોમાં કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના છે. જેમાં પણ ચાર જિલ્લા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વધુ વરસાદઅને કારણે નુકસાન થવાની શક્યતા વધુ છે.

આ પણ વાંચો:

  1. હવે સ્વેટર સાથે રેઇનકોટ પણ સાથે રાખજો, રાજ્યમાં વરસાદની આગાહી...
  2. બનાસકાંઠામાં કમોસમી માવઠું, રવિ પાકોને નુકસાનની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી
Last Updated : Dec 27, 2024, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details