ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં આગામી 6 દિવસ 'ભારે', આ જિલ્લામાં યેલો અને ઓરેન્જ એલર્ટ - gujarat weather update - GUJARAT WEATHER UPDATE

રાજ્યમાં જોઈએ તેનાથી વધુ સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચુક્યો છે, ત્યારે વધુ 6 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી.. Rain forecast for Gujarat

રાજ્યમાં આગામી 6 દિવસ 'ભારે'
રાજ્યમાં આગામી 6 દિવસ 'ભારે' (Etv Bharat Graphics team)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 6:50 AM IST

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સાબરકાંઠા,બનાસકાંઠામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મેહસાણા, પાટણ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. આ ઉપરાંત કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 06 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં યેલો અલર્ટ હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફ ના કારણે વરસાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ગઈકાલે (5 સપ્ટેમ્બર 2024) 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઇંચ, બેચરાજીમાં 2.40 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, શંખેશ્વરમાં 1.7 ઇંચ, લાખાણીમાં 1.5 ઇંચ, જોટાણામાં 1.4 ઇંચ, નડિયાદમાં 1.4 ઇંચ, કડીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે.

  1. આ વરસાદે તો ખરેખર જીવ લીધા: રાજ્યમાં આ સિઝનના વરસાદને કારણે કુલ 49 લોકો અને 2618 પશુઓના મોત - Death due to heavy rains
  2. રાજ્યમાં આગામી દિવસોમાં કેવો રહશે વરસાદી માહોલ? જાણો શું કહે છે હવમાન વિભાગનું પૂર્વાનુમાન - Gujarat weather update

ABOUT THE AUTHOR

...view details