ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં આગામી દિવસોમાં કેવો રહશે વરસાદી માહોલ? જાણો શું કહે છે હવમાન વિભાગનું પૂર્વાનુમાન - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ હતી. જે હવે ધીમે ધીમે ઘટી રહી છે. આ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેમજ કયા કેટલી વરસાદની સંભાવના છે તે માટે આગાહી કરી છે. જાણો. Gujarat weather update

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન
ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 7:31 PM IST

હૈદરાબાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ હતી. જે હવે ધીમે ધીમે ઘટી રહી છે. અઠવાડિયા પહેલા રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘણા બધા જિલ્લોઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. પરંતુ હવે વાતાવરણમાં ફરી પલટો આવતા વરસાદનું જોર ઘટ્યું છે. અહી નોંધનીય બાબત એ છે કે સંપૂર્ણ ગુજરાતમાં હવે માત્ર ઉત્તર ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિ છે.

આ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેમજ કયા કેટલી વરસાદની સંભાવના છે તે માટે આગાહી કરી છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

5 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 સપ્ટેમ્બરે એટકે કે આજ રોજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એટલે કે, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી તેમજ વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

6 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ અને વડોદરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદ શક્યતા નહિવત છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

7 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદ શક્યતા નહિવત છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat)

8 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 સપ્ટેમ્બરે મહીસાગર અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદ શક્યતા નહિવત છે.

અહીં નોંધનીય બાબત એ છે કે, જેમ જેમ દિવસ આગળ વધતાં જાય છે તેમ તેમ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જે પ્રતીતિ કરાવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ ઘટશે.

આ પણ વાંચો:

  1. પાલનપુરમાં વરસાદનો કહેર: વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા, રોડ રસ્તા પાણીમાં ધોવાયા - banaskantha rainfall update
  2. છેલ્લાં ૨૪ કલાકમાં ભરૂચના વાલિયા તાલુકામાં ૧૨ ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ 116 ટકા વરસાદ - Gujarat weather update

ABOUT THE AUTHOR

...view details