ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 10:16 AM IST

ETV Bharat / state

ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? ક્યારે થશે વાવણી લાયક વરસાદ? - gujarat weather forecast

ગુજરાતમાં મધ્યમ તેમજ હળવા વરસાદને કારણે અટકી પડેલા ચોમાસાને લઈને ખેડૂતો મૂંઝવણમાં જોવા મળે છે. વાવણી લાયક વરસાદની હજુ રાહ જોવાય છે. ત્યારે આવનાર ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસાની શું સ્થિતિ છે જાણવા માટે વાંચો આ અહેવાલ. gujarat weather forecast

ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? ક્યારે થશે વાવણી લાયક વરસાદ?
ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? ક્યારે થશે વાવણી લાયક વરસાદ? (Etv Bharat Gujarat)

અમદાવાદ:ઉનાળાની પૂર્ણાહુતિ અને ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ સંપૂર્ણ રીતે વરસાદી ઋતુનું આગમન થયું નથી. આ સાથે વરસાદ હોવા છતાં વાવણી થાય તેવો વરસાદ ન થતાં ખેડૂતો હજી રાહ જોઈ રહ્યા છે.

સંપૂર્ણ મહારાષ્ટ્રને આવરી લેવાયું:ઉપરાંત ગયા અઠવાડિયા દરમિયાન ચોમાસનું જોર ઓછું થવાના પરિણામે વરસાદના વાદળો સંપૂર્ણ રાજ્યમાં હજી પહોંચ્યા નથી. અહીં નોંધનીય બાબત એ છે કે, દક્ષિણ ભારતમાં વરસાદ પુરજોરમાં ચાલે છે અને વાદળો આગળ વધતાં લગભગ સંપૂર્ણ મહારાષ્ટ્રને આવરી લેવાયું છે, ત્યારે ગુજરાતનાં દક્ષિણ તરફ આ ચોમાસું આગળ વધી રહ્યું છે.

તો આવનાર ત્રણ દિવસ દરમિયાન કયા જિલ્લાઓમાં વરસાદ થશે ચાલો જાણીએ.

19 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)

શું છે સંભાવના?: હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસર 19 જૂનના રોજ દક્ષિણથી ઉત્તર તરફ વધતાં વાદળોને પરિણામે પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ અમરેલી ભાવનગર જેવા જિલ્લાઓમાં છૂટ છવાયા સ્થળોએ હળવો વરસાદ થશે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ વડોદરા, છોટા ઉદેપુર જેવા દક્ષિણી ગુજરાતનાં જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે.

જ્યારે દમણ, દાદરા નગર હવેલી, વલસાડમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

19 જૂન માટે ભારે વરસાદની ચેતવણી (IMD)

અન્ય બે દિવાસનું પૂર્વાનુમાન: 20 જૂન તેમજ 21 જૂન દરમિયાન સ્થિતિ 19 જૂન પ્રમાણે યથાવત રહેશે. જેમાં મધ્યમ વરસાદની સંભાવના દર્શાવતા વિસ્તારોમાં 25 થી 50% જેટલો વરસાદ રહેશે. જ્યારે અન્ય વરસાદી સંભાવના વાળા વિસ્તારોમાં 25% કે તેથી ઓછો વરસાદ રહેશે.

20 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)

ખેડૂતો હજી રાહ જોઈ રહ્યા છે:સામાન્ય રીતે ચોમાસું શરૂ થતના થોડા દિવસોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ હોય છે. પરંતુ આઅ વર્ષે વરસાદ વરસતો હોવા છતાં વાવણી લાયક નથી. આથી સૌ ખેડૂતો મૂંઝવણમાં છે. ઉપરાંત હમાં વિભાગની મહિતી અનુસાર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ લગભગ 20 કે 25 જૂન બાદ થશે.

21 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)

કેવું રહેશે તાપમાન: bહવામાં વિભાગ અનુસાર રાજ્યમાં મહત્તમ તાપમાન 40 °C રહેશે. ઉપરાંત વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ સાંજ કે રાત્રિના સમયે થશે આથી આઅ સમયે વાતાવરણમાં ઠંડક અનુભવશે.

ગુજરાતમાં મહત્તમ તાપમાન (IMD)
  1. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી , જાણો ક્યાં અને કેટલો પડશે વરસાદ ? - gujarat weather forecast
  2. વાવણીલાયક વરસાદની વાટ જોતા ખેડૂત : ખેતીવાડી વિભાગે કહ્યું, હજુ થોભો રાહ જુઓ - Bhavnagar weather update

ABOUT THE AUTHOR

...view details