ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ચોમાસું કેટલે સુધી આગળ વધ્યું? શું છે હવામાન વિભાગની આગાહી, જાણો - gujarat weather forecast - GUJARAT WEATHER FORECAST

ગુજરાતમાં ચોમાસાની ઋતુ આગળ વધી રહી છે. ગરમીથી ત્રાસી ગયેલા લોકોને હવે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે હવે એવી સંભાવના છે કે આવનાર થોડા દિવસોમાં રાજ્યમાં તમામ સ્થળોએ વરસાદનું મોજું ફરી વળશે. તો જાણો શું છે હવામાન વિભાગની આગાહી. gujarat weather forecast

ગુજરાતમાં ચોમાસું કેટલે સુધી આગળ વધ્યું?
ગુજરાતમાં ચોમાસું કેટલે સુધી આગળ વધ્યું? (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 10:38 AM IST

અમદાવાદ:ગુજરાતમાં ચોમાસું હવે આગળ વધી રહ્યું છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. ચોમાસામાં વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં મુખે પણ હવે સ્મિત જોવા મળે છે કારણ કે હવે તેઓ ખતી માટેની આગળની કામગીરી કરી શકે છે. આ સાથે જ શહેરી વિસ્તારોમાં રહેતા લોકો કે જેઓ કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા હતા તેઓ હવે વરસાદના આગમનને પગલે રાહત અનુભવી રહ્યા છે.

વાતાવરણમાં ઠંડનો અનુભવ: તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મહત્તમ તાપમાન લગભત 40 કે તેથી વધુ જ નોંધતું હતું જ્યારે હવે હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં તાપમાન ઘટીને 35 સેલ્સિયસ રહેશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. જે સૂચવે છે કે વાતાવરણમાં હવે ઠંડક પ્રસારશે.

26 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)

વરસાદનું પૂર્વાનુમાન: ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે 26 જૂન એટલે કે આર રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ સાથે 76 થી 100% વરસાદ મોતભાગના વિસ્તારોમાં થશે તેવું પૂર્વાનુમાન છે.

27 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)

આગામી દિવસો માટે વરસાદનું પૂર્વાનુમાન:જ્યારે 27 અને 28 જૂનના રોજ વરસાદનું જોર પ્રમાણમાં થોડું ઓછું રહેશે પરતું હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે. જો કે દિવસો આગળ વધતાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે.

28 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (IMD)
ભારતમાં ચોમાસાના આગમનની સંભાવના દર્શાવતો નકશો (IMD)

ભારતમાં કેટલે પહોંચ્યું ચોમાસું?અહીં નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે ભારતમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદની શરિયત થઈ ગઈ છે ઉપરાંત દક્ષિણી રાજ્યોમાં તો વરસાદ પુરજોરમાં છે. આ સાથે જ હવે ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર બાદ અર્ધ ગુજરાતને આવરી લઈ હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસા તરફ આગળ વધી રહ્યું છે.

  1. તો હવે છત્રી સાથે રાખવાનું ભૂલતા નહીં, સમગ્ર ગુજરાતમાં છે વરસાદની સંભાવના, જાણો - GUJARAT WEATHER FORECAST
  2. પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી, મેટ્રોના ખોદકામના કારણે 4 ભૂવા પડ્યા - Surat Municipal Corporation

ABOUT THE AUTHOR

...view details