રાજકોટ : ગુજરાત યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર ભવનના ડૉ. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ સુધી રહેશે. છેલ્લા 3 વર્ષમાં ત્રણ કાર્યકારી કુલપતિ બદલાઈ ગયા અને તેમાં ઘણા વિવાદો થયા ત્યારે હવે નવા આવનારા કાયમી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કઈ રીતે કામગીરી કરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. નવા કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનમાં જ ભણેલા છે.
ડો. ઉત્પલ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી મનોજ વાઘે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના પ્રોફેસર ડૉ. ઉત્પલ શશિકાંત જોષીને રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ બનાવવામાં આવ્યા છે. જેમની ટર્મ 5 વર્ષની રહેશે. જેથી હવે હાલના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા ફરી સિવિલ હોસ્પિટલમાં આંખના તબીબ તરીકે ફરજ બજાવશે.
કોણ છે ડો. ઉત્પલ જોશી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોશીની વાત કરીએ તો વર્ષ 2002માં તેઓ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર તરીકે પસંદગી પામ્યા હતા. બાદમાં જાપાનની ટોક્યો ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં વર્ષ 2004માં વિઝિટીંગ સાયન્ટીસ્ટ હતા. જ્યારે વર્ષ 2005માં ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર અને ત્યારબાદ 2009થી પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના અત્યાર સુધીમાં 44 રિસર્ચ પેપર પબ્લીશ થયા છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ એવોર્ડ મેળવી ચૂક્યા છે.
નવા કુલપતિ સામે ઘણા કપરા ચઢાણ: ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. નવા આવેલા કુલપતિ સામે ઘણા કપરા ચઢાણ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવી તેમજ કુલ સચિવ અને પરીક્ષા નિયામક પણ કાર્યકારી છે, મોટાભાગના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. જેમાં ભવનોમાં શૈક્ષણિક સ્ટાફની જગ્યા ખાલી તેમજ કુલસચિવ અને પરીક્ષા નિયામક કાર્યકારી છે. મોટાભાગના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે.
આ પણ વાંચો:
- રાજકોટનો કોલેજીયન મોજમજા કરવા ઉંધા રવાડે ચડ્યો, કારકિર્દીમાં લાગ્યું કલંક
- રાજકોટમાં નકલી પનીર બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ, દૂધ વગર કઈ વસ્તુઓથી બનાવતા નકલી પનીર?