ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Police : ગુજરાત પોલીસના 332 પોલીસ જવાનની તાલીમ સંપન્ન, દીક્ષાંત પરેડ સમારોહમાં હર્ષ સંઘવીની શિખામણ - Convocation Parade Ceremony

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઇ કાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ અવસરે ગુજરાત પોલીસમાં ભરતી થયેલા જવાનોને હર્ષ સંઘવીએ શિખામણ આપી હતી કે પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથોસાથ સંવેદનશીલ હોવું પણ જરૂરી છે.

Gujarat Police : ગુજરાત પોલીસમાં 332 પોલીસ જવાનની તાલીમ સંપન્ન, દીક્ષાંત પરેડ સમારોહમાં હર્ષ સંઘવીની શિખામણ
Gujarat Police : ગુજરાત પોલીસમાં 332 પોલીસ જવાનની તાલીમ સંપન્ન, દીક્ષાંત પરેડ સમારોહમાં હર્ષ સંઘવીની શિખામણ

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 5:13 PM IST

ગાંધીનગર : ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી પીએસઆઈ, 48 હથિયારી PSI અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.

હર્ષ સંઘવીએ શિખામણ આપી : દીક્ષાંત પરેડમાં બોલતાં હર્ષ સંઘવીએ શિખામણ આપી પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ નથી, કુદરતી આપત્તિઓ અને હોનારતના સમયે ફ્રન્ટ ફૂટ પર કામ કરી અનેક જીવન બચાવનાર ફોર્સ છે. આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું.

332 પોલીસ જવાનની તાલીમ સંપન્ન

હ્યુમન ઇન્ટેલિજન્સનું મહત્ત્વ : તેમણે વધુમાં ઉમેર્યું કે, ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી છે. વર્તમાન ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીશ્રીએ સૌ તાલીમાર્થી દીક્ષાર્થીઓને સૂચન કર્યું હતું.

હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને બિરદાવી : હર્ષ સંઘવીએ કહ્યું કે, સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે. ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 261 બિન હથિયારી પીએસઆઈ , 48 હથિયારી પીએસઆઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલીમાર્થીઓને દિક્ષા આપવામાં આવી હતી. જેમાં 96 મહિલા અને 236 પુરુષ દીક્ષાર્થીનો સમાવેશ થાય છે.

સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી : હર્ષ સંઘવીએ આજે શપથ લેનારા 332 પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. તો આ અવસરે ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્ય અભય ચૂડાસમાએ દીક્ષાર્થીઓને શપથ લેવડાવ્યા હતાં તેમજ અધિક પોલીસ મહાનિદેશક, તાલીમ સુશ્રી નિરજા ગોટરૂ દ્વારા વિગતવાર તાલીમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

ડીજીપી પણ હાજર રહ્યાં : આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઇના ઉપાચાર્ય સુજાતા મજમુદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

  1. President Draupadi Murmu : મહિલાઓની વધતી ભાગીદારી પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ખુશી, દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને કહી અગત્યની વાત
  2. સંઘર્ષથી સફળતા સુધીની સફર : 215 તાલીમાર્થીઓનો ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details