અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ કાર્યવાહી શરૂ થતાં જ ચીફ જજે સરકારી વકીલને બોલાવીને કહ્યું હતું કે, એક સમચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે ફાયર સેફ્ટી નહિં હોવાથી ઓથોરિટીએ પ્રી સ્કૂલ બંધ કરાવી દીધી છે. આ શાળાને કોઈ નોટિસ જે સમય આપવામાં આવી નથી. સરકારે ફાયર સેફ્ટિના અમલ માટે કોઈ યોગ્ય જાહેરનામું કે સૂચનાઓ બહાર પાડી નથી. કોર્ટે તમને શાળાઓમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ કરે નહિ.
શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી, કહ્યું 'શાળાઓ બંધ ન કરાવો' - Gujarat High Court - GUJARAT HIGH COURT
રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે આકરૂ વલણ અપાનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, કોર્ટે તમને શાળાઓમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા પરંતુ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ કરે નહિ તેનો પણ ખ્યાલ રાખવો આ ઉપરાંત હાઈકોર્ટને રાજ્ય સરકારને શું માર્મિક ટકોર કરી તે પણ જાણો વિસ્તારથી આ અહેવાલમાં...

Published : Jul 27, 2024, 7:18 AM IST
હાઈકોર્ટે કહ્યું કે, તમને એક સમય ગાળામાં શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે, પણ તેના ઓથા હેઠળ શાળા સીલ કરવાના પગલાં લેવાય નહિ. શાળાઓને ફાયર સેફ્ટી અંગે યોગ્ય સૂચનાઓ આપો. પ્રિ સ્કૂલ દિવસે ચાલતી હોય છે. આ નાના બાળકોના માતા પિતા નોકરિયાત હોય છે. આ શાળાઓ રહેણાક મકાનમાં ચાલતી હોય છે. તમે ત્યાં ફાયર સેફ્ટીના પગલાં લો, પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી. કોર્ટના આદેશ છે એટલે અમે આવું કરીએ છીએ તેમ ના કહો.
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, તમે શાળાને 10 હજાર ગેલન પાણી સંગ્રહ કરવા જણાવો છો. તેની ટાંકી ક્યાં મૂકશે ? આવા આદેશ કરતા પહેલા સંસ્થાનો પ્રકાર તો જુઓ કે તે પ્રિ સ્કૂલ છે. પ્રિ સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચારથી પાંચ રૂમ હોય છે. આ અંગે એડવોકેટ જનરલને જાણ કરવામાં આવે. કોર્ટ આ અંગે સુઓમોટો અરજી લેવાનું વિચારતી હતી, પણ અત્યારે તેમ કરતી નથી. હાઈકોર્ટના આદેશના ઓથા હેઠળ આવી રીતે કાર્યવાહી કરવામ આવે નહિં. તમે બાળકોને ભણવાની શાળાઓ બંધ ના કરાવી શકો. શાળાઓને ટાઇમ આપીને ફાયર સેફ્ટીના નિયમો પાળવા જણાવો. અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ કોર્ટે નિર્દેશ આપ્યા હતા. એક તો તમે વર્ષોથી કશું કર્યું નથી હાઈકોર્ટ ઓર્ડર કર્યો તો તુરંત અતિ કડક પગલા ભરવા મંડ્યા છો. કોર્ટે તમને શાળાઓ બંધ કરવા નહિ, ફાયર સેફ્ટીના અમલીકરણ કરવા કહ્યું છે.