અમદાવાદ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં 2 ભાઇ અને મહાનગરપાલિકાના 4 સસ્પેન્ડ અધિકારીઓની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી પર આજે સુનવણી હાથ ધરવામાં આવશે.
TRP ગેમઝોન કાંડમાં 27 લોકોના મોત: ઉલ્લેખનીય છે કે, 25 મે 2024ની સાંજે રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં 16 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો.
આરોપીઓની જામીન અરજી પર સુનવણી: TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપીઓ અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા ,ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસીસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા ,આસીસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેને સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી હતી ત્યારબાદ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી છે.
પેન્ડીંગ અરજીઓ પર નિર્ણય આવી શકે:આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં TRP ગેમ ઝોનના માલિક અશોકસિંહ અને કિરીટસિંહ જામીન અરજી કરી હતી. જે પછી એક બાદ એક સરકારી અધિકારી આરોપીઓએ હાઇકોર્ટ પાસે જામીન માંગ્યા હતા. જો કે, હાલ બધી અરજીઓ પર એક સાથે નિર્ણય આવી શકે છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિરાટ પોપટ અને ભોગ બનનાર વતી વકીલ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તથા ભાવેશ હજારે રોકાયેલા છે.
આ પણ વાંચો:
- પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ, કહ્યું 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' - hc on police bharti
- Gujarat High Court: પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં - ગુજરાત હાઇકોર્ટ