રાજકોટ:ગોંડલ નાગરીક સહકારી બેંકને ગુજરાત હાઇકોર્ટની લપડાક પડી છે. બેંકને સહકારી કાયદા મુજબ મતદાર યાદી બનાવવા નામદાર હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. 3900 થી વધુ ખોટા મતદારો સામેલ કર્યા હતા. આવનારી બેંકની સામાન્ય ચૂંટણીની મતદાર યાદી સહકારી કાયદાની કલમ 115(ડી) મુબજ હોવી જોઈએ.
ગોંડલ નાગરીક સહકારી બેંક દ્વારા જસદણના એકજ કોમના જુમ્મા મસ્જીદ કોમ્પલેક્ષ ખાતે આવેલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના લોકોને મફત શેર સભાસદ બનાવવા માટેના ફોર્મનું વિતરણ બેંકના સતાધીશો દ્વારા કરવામાં આવ્યું છે. જેથી નવા સભાસદોને આવનારી બેંકની સામાન્ય ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ઉમેરો કરી શકાય. 3900 થી વધુ ખોટા મતદારો સામેલ કર્યા હતા.
આ મામલે તેમની સામે બેંકના ડિરેકટર યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલ નાગરિક બેંકને, સ્ટેટ રજીસ્ટ્રાર તથા ડિસ્ટ્રીકટ રજીસ્ટ્રારને અનેક રજુઆતો કરવા છતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે ન છુટકે અરજદાર યતિષભાઈ દેસાઈ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સીવીલ એપ્લીકેશન 9889/2024 થી દાખલ કરવામાં આવી હતી.
નામદાર ગુજરાત હાઈકોર્ટે સહકારી કાયદાની વિરૂધ્ધ બનાવેલ મતદાર યાદી સામે એવો નિર્દેશ આપેલ છે કે, આવનારી બેંકની સામાન્ય ચૂંટણીની મતદાર યાદી સહકારી કાયદાની કલમ 115(ડી) મુબજ હોવી જોઈએ. સાથો સાથ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક વિરૂધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના સુપ્રિમકોર્ટના 2015ના ચુકાદાને અનુલક્ષીને જણાવેલ છે કે, કાયદો બેંકના બાયલોઝથી ઉપર પ્રર્વતે છે. જેના ફળ સ્વરૂપે બેકના ડિરેકટર યતિષ દેસાઈ દ્વારા ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરશે તો તેમણે આશરે 3500 મતદાર કલમ 115(ડી) મુબજ પ્રોવીઝનલ મતદાર યાદીમાંથી રદ કરીને ફાઈનલ મતદાર યાદી બહાર પાડવી પડશે. ત્યારે તાજેતરમાં જ ગોંડલ નાગરીક સહકારી બેંક વ્યતિષ દેસાઈએ મતદાર યાદી માંગેલ હતી તેના જવાબમાં બેંકે નિયમ વિરુદ્ધના તમામ સભાસદોને પ્રોવીઝનલ મતદાર યાદીમાં સામેલ કરી દીધા હતા.
- ગોંડલ માર્કેટ યાર્ડનો વેપારી બન્યો છેતરપિંડીનો ભોગ, 18 લાખ રૂપિયા લઈ આરોપી ફરાર - GONDAL YARD TRADER COMMITTED FRAUD
- ગોંડલમાં 18.84 કરોડનું બૂચ મારી ગઠિયો થયો ગાયબ, ગુજરાતભરના 8 વેપારીને છેતર્યા - Rajkot Fraud Crime