ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને GPCBને હાઇકોર્ટે ભણાવ્યો પાઠ, કડક પગલાનો કર્યો આદેશ - GUJARAT HC ON PLASTIC POLLUTION

ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે પ્રદૂષણ નિયંત્રણ કરવાનો GPCB આદેશ આપ્યો છે.

પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને GPCBને ગુજરાત હાઇકોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો છે.
પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને GPCBને ગુજરાત હાઇકોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો છે. (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2025, 9:57 AM IST

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે તેના લીધે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા પણ વધે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. જેને લઈને વિશ્વમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે ચર્ચાઓ પણ થાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે પ્રદૂષણ નિયંત્રણ કરવાનો આદેશ આપ્યો છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી.

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો હુકમ:ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ જાહેર કર્યો હતો. જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જે પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય રીતે મેનેજમેન્ટ ન કરી શકતી હોય તેની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કડક પગલા લે તેઓ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અગાઉ રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ, મટીરીયલ્સ રિકવરી ફેસીલીટી, પ્લાસ્ટિક વેસ્ટના નિયમો અને કાયદાનું પાલન થાય છે કે નહી?. તે માટે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો હતો.

GPCBની જવાબદારી મોનીટરીંગની નથી: પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ કે, પ્લાસ્ટિક પ્રદૂષણ આજના સમયમાં સૌથી મોટું હાનિકારક પ્રદૂષણ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનીટરીંગની જ નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મહત્વની જવાબદારી છે કે, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય પગલા ભરી રહી છે કે નહી? તેનો પણ ખ્યાલ રાખવો પડશે. હાઈકોર્ટે આગળ જણાવ્યું કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આડેધડ કોન્ટ્રેક્ટ અપાય છે તો પણ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય કામગીરી થતી નથી.

પ્રદૂષણ ફેલાવનારા સામે કાર્યવાહીનો આદેશ: પ્લાસ્ટિક વેસ્ટ ફેલાવનારાઓ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે, પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનારા જે પણ હોય, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ વ્યક્તિ કે સંસ્થાને જોયા વિના જ GPCB પોતાની કામગીરી નિષ્ઠાથી કરે. દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી સમયાંતરે પ્રદૂષણ નિયંત્રણની કામગીરીનો રિપોર્ટ મેળવવો તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી છે.

આ પણ વાંચો:

  1. પોલીસ ભરતીમાં ઊંચાઈનો વિવાદ, ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી
  2. સહકારી મંડળી ભરતીના નિયમો અંગે હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, 28 ફેબ્રુઆરીએ સુનવણી

ABOUT THE AUTHOR

...view details