અમદાવાદ: તથ્ય પટેલે ફરી એકવાર જામીન મેળવવા માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ હાઇકોર્ટ દ્વારા તથ્ય પટેલને રાહત નથી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષથી સતત કોર્ટ સામે જેલની બહાર નીકળવાની વિનંતિઓ કરવા છતા તેને તેનું જધન્ય પાપ જામીન પણ જાણે આપવાની રજા આપતું ના હોય તેમ વધુ એક વાર કોર્ટમાંથી તેના જામીન ફગાવાયા છે. ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન માટેની અરજીને ફગાવી દીધી છે, દોઢ વર્ષ પુરું થવા આવી રહ્યું છે તેમ છતાં હજુ સુધી કેસ ઓપન નથી થયો.
આ અંગેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, તથ્ય પટેલ જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે. આઝાદીથી કેસની તપાસમાં નુકસાન થશે એવી રજૂઆત સરકારે હાઇકોર્ટમાં કરી હતી. આ કેસની તપાસ ચાલતી હોવાથી જામીન આપી શકાય નહીં, ત્યારે સરકારની રજૂઆત પર હાઇકોર્ટ દ્વારા તથ્ય પટેલની જામીન અરજીને રિજેક્ટ કરવામાં આવી છે.
તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી પડતર હોવાથી નીચલી કોર્ટમાં હજી સુધી કેસ ચાલુ થઈ શક્યો નથી. દોઢ વર્ષ પૂરું થવા આવી રહ્યું છે તેમ છતાંય હજી સુધી આ કેસ ઓપન થઈ શક્યો નથી અને નવ લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને હજુ સુધી કોઈ વળતર પણ મળ્યું નથી. હવે ફરી એક વખત તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે તથા પટેલની જામીન અરજીની રિજેક્ટ કરી દીધી અને પટેલની હજી જેલમાં જ રહેવું પડશે. તથ્ય પટેલના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યાર સુધી કુલ 40 મુદ્દતો પૂરી થઈ છે.
ગત સસુનાવણી દરમિયાન આ મામલે સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પડતર હોવાથી નીચલી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. કોર્ટના આદેશ બાદ તરત જ કેસ ઓપન કરવામાં આવશે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 90 પુરાવાનું લિસ્ટ પણ રજૂ કરી દેવાયું છે અને હવે આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરી છે. આના પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી ત્યાર પછી તેણે નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી પરંતુ તેને નીચલી કોર્ટે પણ ફગાવી દીધી હતી. હવે તેણે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તથ્ય પટેલ હાલમાં સાબરમતી જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે, 19 મી જુલાઇ 2023ની રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે પોતાની જગુઆર કારથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
- દરિયાથી ઊંઘી દિશામાં વહે છે ગુજરાતની આ નદી, ખોડિયાર માતાના પરચાથી ધૂળમાં પાણી વહેતું થયું હતું
- અમદાવાદીઓ સાચવજો! ચાઈનીઝ દોરીના જથ્થા સાથે શખ્સોને પોલીસે ઝડપ્યા