અમદાવાદ: ચીનમાં હાહાકાર મચાવનાર HMPV એટલે કે હ્યુમન મેટોન્યૂમો વાયરસનો પ્રથમ કેસ બેંગ્લોરમાં નોંધાઈ ચૂક્યો છે. શ્વસનને લગતા આ વાયરસના કારણે શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ વાયરસના કારણે સામાન્ય શરદી અને ફ્લુ જેવા લક્ષણો દેખાયા હોય છે. આ વચ્ચે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 2 માસના બાળકમાં મેટા ન્યૂમો વાયરસ ડિટેક્ટ થતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને શ્વસન સંબંધિત રોગોથી સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ માટે શું કરવું અને શું ન કરવું તેને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
શું કરવું:
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ ક૨વો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહે૨ સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.