ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ 2ના સેક્શન અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રો કેમિકલ વિભાગના સેક્શન અધિકારી દીપેશ રાજની માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરાઈ છે. તેવી જ રીતે મહેન્દ્ર ચાવડાની ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી માર્ગ મકાન વિભાગમાં બદલી કરાઈ છે.
ગુજરાત સરકારે વર્ગ 2-3ના સેક્શન અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કર્યા - transfer and promotion - TRANSFER AND PROMOTION
ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ 2ના સેક્શન અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Jul 20, 2024, 10:35 PM IST
વર્ગ 2ના સેક્શન અધિકારીઓની બદલીઃ ધીરેન્દ્ર કુમાર પ્રજાપતિની બંદર અને વાહન વ્યવહાર વિભાગમાંથી નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં, જીતેન્દ્ર ખરાડીની ચૂંટણી પ્રભાગમાંથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં, કૃણાલ ગઢવીની ક્લાઇમેટ ચેન્જ વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં, પ્રશાંત ખખરની સ્પીપામાંથી સામાજિક કલ્યાણ અને અધિકારીતા વિભાગમાં અને હેતલ ગોહિલની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.
વર્ગ-3ના સેક્શન અધિકારીઓને બઢતીઃઆ ઉપરાંત વર્ગ-3ના સેક્શન અધિકારીને બઢતી આપી છે. મયુર કુમાર ગુપ્તાની ગૃહ વિભાગમાંથી મહેસુલ વિભાગમાં અને મનોહરસિંહ બારોટની નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં બઢતી થઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કેટલાક અધિકારીઓને વર્ગ 1 નગર પાલિકા ચીફ ઓફિસર તરીકે બઢતી કરાઈ છે. જીયુએલએમ ગાંધીનગરના સંજીવ કુમાર સોનીને ગાંધીનગર નગર પાલિકા કચેરીના પ્રાદેશિક કમિશ્નર તરીકે બઢતી અપાઈ છે. નરેશ પટેલને અમદાવાદ નગર પાલિકા કચેરીથી બદલી કરાઈ પાલનપુર નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે બઢતી અપાઈ છે. તેવી જ રીતે અશ્વિનકુમાર પાઠક, હિતેશકુમાર પટેલ, રૂદ્રેશ હુદડ અને જે. યુ. વસાવાની પોતાની કચેરીમાં બઢતી અપાઈ છે.