અમદાવાદઃરાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત શહેરની 2,128 આંગણવાડીઓના 3 થી 6 વર્ષની ઉંમરના 62,263 નોંધાયેલા બાળકો અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ધોરણ 1 થી 5 ના 88 હજાર જેટલા બાળકોને એકાંતરે અઠવાડિયામાં 3 દિવસ 100 ML દૂધ આપવામાં આવશે.
AMC દ્વારા 8 કરોડની ફાળવણી કરવામાં આવી
બાળકોને દૂધ આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 8 કરોડના બજેટને ફાળવણી કરવામાં આવી છે. જેના દ્વારા બાળકોને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન માફતરે દૂધ આપવામાં આવશે.
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જણાવે છે કે આંગણવાડીના બાળકોને રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે તેનું બજેટ રાજ્ય સરકારમાંથી જ આવે છે જ્યારે ધોરણ 1 થી 5 ના 88 હજાર બાળકોના દૂધ માટે અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાંથી આપવામાં આવશે.
શું છે દૂધ સંજીવની યોજના?
પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી, પોષણસ્તર સમૃધ્ધ બનાવવા માટે વર્ષ 2006-07 માં બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાઓની પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં ભણતા આદિવાસી બાળકો માટે આ યોજના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરવામાં આવી હતી.
હાલ અમદાવાદમાં કુપોષણની સ્થિતિ શું છે ?
વિધાનસભા સત્ર દરમિયાન 7 ફેબ્રુઆરી 2024 એ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે જણાવેલા આંકડાઓ પ્રમાણે 31 ડિસેમ્બર 2023 સુધીમાં 56,941 કુપોષિત બાળકો છે, તેમાં 43,664 ઓછા વજનવાળા અને 13,277 અતિ ઓછા વજનવાળા બાળકો માત્ર અમદાવાદ શહેરમાં છે અને નોંધનીય બાબતએ છે કે છેલ્લા એક વર્ષમાં 3,516 કુપોષિત બાળકોનો વધારો થયો છે.
મધ્યાહન ભોજનમાંથી નાસ્તો હટાવાયો
શિક્ષણ વિભાગના તારીખ 23 જુલાઇ 2024ના પત્રની દરખાસ્ત અનુસાર પીએમ પોષણ યોજના હેઠળ રાજ્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માત્ર બપોરનું ભોજન આપવામાં આવશે સવારનો નાસ્તો હટાવી દેવામાં આવ્યો છે.
આમ થોડા સમય પહેલા મધ્યાહન ભોજનમાંથી નાસ્તો ગાયબ કરી દેવામાં આવ્યો હતો અને હવે બાળકોને પોષણ આપવા માટે પોષણ સંજીવની યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 થી 5 ધોરણના બાળકોને દૂધ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- ગણેશ વિસર્જન વખતે ગાંધીનગરના દહેગામમાં 8 યુવાનોના ડૂબી જતા મોત, પરિવારજનોનો ભારે વિલોપાત - Dehgam Ganesh Visarjan Accident
- નવરાત્રિના તહેવાર માટે જયપુરી અને ફ્યુઝન ઓક્સિડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં, જાણો વિવિધ વેરાયટીઓ અને તેના ભાવ અંગે - Navratri market in Bhuj