જામનગરઃછેલ્લા દિવસોમાં જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે એરપોર્ટ ખાતેના મિટિંગ હોલમાં બેઠક યોજી જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવશે.
જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જામનગર ખાતે આગમન - Gujarat Flood
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઘણા સ્થાનો પર પૂરની સ્થિતિ છે. જેને લઈને હાલમાં જ અમિત શાહ દ્વારા પણ મુખ્યમંત્રી સાથે ફોન પર સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને જરૂરી મદદની તાકીદ કરવામાં આવી હતી. હાલમાં મુખ્યમંત્રી જામનગર આવ્યા છે અને અતિવૃષ્ટિની સ્થિતિની સમીક્ષા કરી છે. - CM Bhupendra Patel at Jamnagar, Gujarat Flood
Published : Aug 29, 2024, 6:49 PM IST
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મુખ્મંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જ્યારે ભારે વરસાદની સ્થિતિને લઈને ગુજરાતને માથે એલર્ટ હતું ત્યારે જ ફોન પર સ્થિતિનો તાગ મેળવાયો હતો. સાથે જ જ્યારે ભારે વરસાદ ખાબક્યો ત્યારે અમિત શાહે મુખ્યમંત્રીને જરૂરી તમામ મદદ લોકોને પહોંચે અને રાહત કાર્યો કરાય તે માટે તાકીદો કરવામાં આવી હતી. હાલમાં જ તંત્ર લોકોની મદદે પહોંચે તે માટે દોડતું પણ જોવાઈ રહ્યું છે પરંતુ બીજી બાજુ ઘણા શહેરોમાં પ્રિ મોનસુન કામગીરીને લઈને અને રોડ રસ્તાની કામગીરીને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું અભિવાદન:આ પ્રસંગે એરપોર્ટ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ માયાબેન ગરચર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, આગેવાન સર્વ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, આશીષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, મેરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌએ મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા.