અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે એક ખેતરના કુવામાંથી ચાર વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકો અને વાડીના માલિકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.
નશામાં ધૂત પિતાએ 4 વર્ષની બાળકીને કૂવામાં ફેંકી, માસૂમનું મોત થતાં પોલીસે પિતાની ધરપકડ કરી - GUJARAT CRIME
અમરેલી જિલ્લામાં એક પિતા પર પોતાની ચાર વર્ષની બાળકીને કુવામાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી હોવાના આરોપમાં ધરપકરડ કરવામાં આવી છે.
Published : Oct 25, 2024, 8:03 PM IST
લાઠી ગામના શેખપીપરીયા ગામે મધ્યપ્રદેશથી મજૂરી કામ અર્થે આવેલા એક પિતાએ પોતાની ચાર વર્ષની દીકરીને અગમ્ય કારણોસર કૂવામાં ફેંકી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે માસૂમનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પિતા પર આરોપ છે કે, તેને નશાની હાલતમાં પોતાની લાડકવાઈ દીકરીને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધી. દીકરી સાથે બાપ પણ કુવામાં ખાબક્યો હતો, જોકે, બાપ કુવા માંથી બહાર નીકળી ગયો હતો અને બચી ગયો હતો ત્યારે આજુબાજુના મજૂરો દ્વારા અને ખેતીવાડીના માલિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ડીવાયએસપી ચિરાગ જીએ જણાવ્યું કે આ ઘટના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામેથી સામે આવી છે અને હાલ બાળ બાળકીનો મૃતદેહ નો કબજો મેળવી પોસ્ટ મેડમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તેમજ નશાધૂત હાલતમાં દીકરીનો હથિયારા બાપને અટકાયત કરવામાં આવી છે હાલ વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કયા કારણોસર આ દીકરીને કૂવામાં નાખવામાં આવી જે મુદ્દે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.