અમરેલી: અમરેલી જિલ્લામાં ઘણા એવા ખેડૂતો છે જેઓ પોતાની મહેનત, ઘગશ અને આવડતના કારણે પ્રગતિશીલ બની રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે કૃષિ ક્ષેત્રે પોતાની આવડતથી કૃષિક્ષેત્રે સફળ થઈ રહ્યા છે. ખેડૂતો ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સારી એવી આવક મેળવતા થયા છે.
125 વિઘામાં ઘઉંના જ્વારાનું વાવેતર કર્યું
અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ માસાભાઈ હુબલે પોતાની 350 વિઘા જમીનમાંથી 125 વિઘામાં ઘઉંના જ્વારાનું વાવેતર કર્યું છે, અને આ ઘઉંના જ્વારાનો પાઉડર બનાવીને તેનું ઉંચી કિંમતે વેચાણ કરી રહ્યાં છે.
લાઠીના ખેડૂત કાળુભાઈ હુબલ કૃષિમાંથી કરે છે લાખો-કરોડોની કમાણી (Etv Bharat Gujarat) વાર્ષિક 1.50 કરોડનું ઉત્પાદન
આ પાવડરનું તેઓ સમગ્ર ભારતમાં વેચાણ કરે છે અને પ્રતિકિલોના 400 રૂપિયા સુધીનો ભાવ મળે છે. ખેડૂત એક વિઘામાંથી 400 કિલો ઘઉંનો પાવડર તૈયાર કરે છે અને વાર્ષિક 1.50 કરોડનું ઉત્પાદન મેળવે છે. ખર્ચ બાદ કરતા તેમને 99 લાખ રૂપિયાનો સ્પષ્ટ નફો થાય છે.
ઘઉંના જ્વારાનો પાઉડર બનાવીને તેનું ઉંચી કિંમતે વેચાણ કરે છે કાળુભાઈ (Etv Bharat Gujarat) “હું પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલા પરંપરાગત ખેતી કરતો હતો. ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા. બાદમાં નવી ખેતી કરવાનો વિચાર કર્યો હતો. ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જવારાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. બાદ ઘઉંના જવારાનું વાવેતર કર્યું છે. બાદ ઘઉંના જુવારાના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું.” કાળુભાઈ હુબલ, ખેડૂત, લાઠી
આમ કાળુભાઈને એક વિઘામાં 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેથી 125 વિઘામાં 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. કાળુભાઈએ આ પાઉડર વિશે વાત કરતા જણાવ્યું કે, “આ પાઉડર હેલ્થમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમનો દાવો છે કે, આ પાઉડર 100 પ્રકારના રોગમાં આ ઘઉંના જવારાનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જવારાના પાઉડરની ખૂબ જ માંગ છે.
પોતાની વાડીએ જ કરે છે ઈન હાઉસ પ્રોસેસિંગ (Etv Bharat Gujarat) પોતાની વાડીમાં જ કરે પ્રોસેસિંગ:કાળુભાઈ દ્વારા ઈન હાઉસ પ્રોસેસ પોતાની વાડીએ જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. એક વીઘે 300 થી 400 રૂપિયા કિલો ઉત્પાદન મળી રહે છે. જેથી એક વિઘા દીઠ તેમને 1,20,000 રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે અને 30,000 રૂપિયા ખર્ચ બાદ કરતા 90,000 રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયા નફો મળી રહે છે. જેથી 125 વિઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે. જેમાંથી ખર્ચ બાદ કરતાં 99 લાખ રૂપિયા નફો મળે છે.
- અમરેલીના લખપતિ ખેડૂત, સરગવો નહીં પણ તેના પાઉડરનું વેચાણ કરીને કેવી રીતે લાખોમાં કમાય છે?
- અમરેલીના 'ડ્રોન દીદી': ડ્રોન ઉડાડી 1 મહિનામાં કરી 50 હજારથી વધુની કમાણી