ગુજરાત

gujarat

ETV Bharat / state

GSEB Exam Time Table: ધો.10-12 બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર લેવાશે? - GSEB EXAM TIME TABLE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEHB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 9:20 PM IST

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEHB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા 15 દિવસ વહેલા યોજાશે. બોર્ડની પરીક્ષા માર્ચ મહિનો નહીં પરંતુ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થઈ જશે. જે મુજબ ધો.10-12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીમાં યોજાશે.

ધોરણ 10ની પરીક્ષામાં કયું પેપર કઈ તારીખે?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષાના કાર્યક્રમ મુજબ, ધોરણ 10નું 27 ફેબ્રુઆરીના રોજ પહેલી ભાષાનું પેપર લેવાશે. આ બાદ 1લી માર્ચે ગણિતનું, 3 માર્ચે સામાજિક વિજ્ઞાન વિષયનું, 5 માર્ચના રોજ વિજ્ઞાનનું, 7 માર્ચના રોજ અંગ્રેજીનું, 8 માર્ચના રોજ વ્યાકરણનું પેપર લેવામાં આવશે. આ તમામ પેપરનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે 10 માર્ચના રોજ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધો.12ની પરીક્ષાનું શું હશે સમય?
જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ તથા સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આ વર્ષે 27મી ફેબ્રુઆરીથી જ શરૂ થશે. ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમયગાળો બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધીનો રહેશે. ધો.12 સાયન્સની પરીક્ષા 10 માર્ચના રોજ સમાપ્ત થશે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલશે.

આ પણ વાંચો:

  1. દશેરામાં તમે જે જલેબી ફાફડા ખાધા તે શું ખાવા લાયક હતા ? જુઓ શું કહે છે ફૂડ ચેકીંગ રિપોર્ટ
  2. વરસાદે ભીજવી ખેડૂતની મગફળી: 14 તારીખે તણાયેલી મગફળીના વળતરની માંગ, યાર્ડમાં કેટલી હતી મગફળી?

ABOUT THE AUTHOR

...view details