સુરત:શહેરમાં ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્થળ મુલાકાત કરી હતી. જ્યાં તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા હતા. પોલીસના ACP DCP સાથે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ હાજર રહીને તમામ સુરક્ષાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વખતે સમતા કરતા વધુ લોકોને પ્રવેશ નહિ આપવામાં આવશે નહિ, ક્ષમતા નિયત્રંણ કરવા ખાસ AI ટેક્નોલોજી નો ઉપીયોગ કરવામાં આવી રહ્યો છે.
આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, આજરોજ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી, ડીસીપી જોડે નવરાત્રિની તૈયારીને લઈને મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જે પીઆઇઓ સુરતમાં પહેલી વખત નવરાત્રીનો બંદોબસ્તમાં છે તેઓને ગત નવરાત્રિના બંદોબસ્તને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી. તે ઉપરાંત હાલ અમારી આખી સુરત પોલીસની ટીમ સુરત શહેરમાં આયોજિત મોટા મોટા ગરબા આયોજન સ્થળ ઉપર આવીને અહીં વિઝીટ કરી છે. ગરબા આયોજકો દ્વારા કયા કયા પ્રકારનું લાયસન્સ લીધું છે, મંડપમાં કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેમજ ફાયરની કયા પ્રકારની સુવિધાઓ છે. પાર્કિંગ માટે કયા પ્રકારની સુવિધાઓ છે તમામ વિશે તેઓ પાસે માહિતી મેળવી છે. ખાસ કરીને દરેક ખેલૈયાઓ નવરાત્રી ગરભા રમવા માટે જતા હોય ત્યારે તેઓ છુટા છવાયા જતા હોય છે. પરંતુ જ્યારે તેઓ ગરબા રમીને બહાર આવે છે, ત્યારે એકસાથે બધા બહાર આવે છે અને તેને લઈને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે. તે માટે પણ અમારા ટ્રાફિક ડીસીબી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. ઘરે જતા વખતે કોઈને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અનુપમસિંહ ગેહલોત ( સુરત પોલીસ કમિશનર ) (Etv Bharat Gujarat) શહેરમાં જે ટ્રાફિક પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. તે 12:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવશે અને બાદમાં ટ્રાફિક પોલીસ અને જે તે વિસ્તારની સ્થાનિક પોલીસ ટ્રાફિક પોઇન્ટ ઉપર રહેશે અને મેન્યુલી ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહીને કામ કરશે. વધુમાં જણાવ્યુંકે, જ્યાં સુધી તમામ ખેલૈયો પોતાના ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી સુરત પોલીસ લોકોની સુરક્ષા સાથે રહેશે. તે ઉપરાંત જો કોઈને કોઈ તકલીફ હોય તો તે વ્યક્તિ તરત પોલીસની જાણ કરી શકે છે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ કોઈ બનાવવાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરશે તેની માટે પણ અમારી સાયબર સિક્યુરિટી ની ટીમ તેની માટે સતત સોશિયલ મીડિયા ઉપર ધ્યાન આપી રહ્યું છે.
સુરતમાં ગરબાને લઈને આયોજન (Etv Bharat Gujarat) જો કોઈ વ્યક્તિ આ રીતે કરશે ત્યારે તે વ્યક્તિ ઉપર તાત્કાલિક ધોરણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એવી વાતો પણ બહાર આવી હતી કે કેટલાક લોકો દ્વારા પોતે જ ગરબા આયોજકોના પંડાલમાં પહોંચી લોકોનો આઈડી ચેક કરશે તો તેમના વિરુદ્ધમાં પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે તેની માટે પોલીસ છે. તેઓને કોઈ સમસ્યા હશે તો તેઓ પણ તાત્કાલિક ધોરણે સૌપ્રથમ વખત પોલીસને જાણ કરવી પડશે. જો કોઈ મહોલ બગાડવાનો પ્રયત્ન કરશે તો તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરતમાં ગરબાને લઈને આયોજન (Etv Bharat Gujarat) આપણું સુરત શહેર મીની ભારત કહેવામાં આવે છે:માતાજીની 10 દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે. જેને લઈને સુરત પોલીસ દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. દસ દિવસ સુધી નવરાત્રીના બંદોબસ્તમાં 4000 હોમગાર્ડ તેમજ 250 મહિલાની શી ટિમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. 6 સ્ટેટ રિઝર્વ ફોર્ડની ટિમ ડિપ્લોપ કરવામાં આવી છે. આયોજકોને સમયસર NOC કે અન્ય મંજૂરી નિયત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠકો પણ કરવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોને વ્યવસ્થા કરવાની સૂચનાઆપવા માં આવી છે. ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકશે. ડોમથી જનરેટ દૂર રાખવા પડશે. જનરેટરમાં ઉપયોગમાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર ન કરવું તે માટે ફાયર અને સુરત પોલીસ દ્વારા આયોજકોને આદેશ આપી દેવામાં આવ્યા છે. ડોમ CCTV કેમેરાથી સજ્જ હોય તેનું સંચાલન આયોજકો
તે ઉપરાંત સુરત પોલીસ કંટ્રોલ રૂમ થી પણ કરી શકાશે.
મહિલા માટે ચેકીંગ વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે. કોઈ પર ગુનાહિત ઇતિહાસ ન હોય તેવા જ સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડની માહિતી પોલીસને એવી જેથી પોલીસ આ બાબતે વેરિફિકેશન કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટિમો મહિલા સુરક્ષાને ખાસ ધ્યાન રાખશે. અવાવરુ જગ્યા પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમ નજીક આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે અન્ય જગ્યા પર પોલીસ પાલિકા સાથે રહીને કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો:
- 'માડી તારો ગરબો, આ નવરાત્રીએ લાવો પરંપરાગત માટીનો ગરબો - traditional clay garba