16 વર્ષની સગીરા પર કૌટુંબિક કાકાએ નજર બગાડી દુષ્કર્મ આચર્યું (ETV Bharat Gujarat) રાજકોટ: પારિવારિક સંબંધને શર્મસાર કરતો એક કિસ્સો ઉપલેટા તાલુકા પંથકમાં સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર તેમના જ કૌટુંબિક કાકાએ નજર બગાડી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ દુષ્કર્મ અંગેની જાણ સગીરાના પરિવારજનોને થઈ જતા સગીરાને તેમના પરિવાર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. પરિવાર તરફથી ઠપકો મળતા સગીરાને લાગી આવ્યું હતું અને સગીરાએ દુષ્કર્મની ઘટના બાદ એસિડ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઉપલેટા તાલુકામાં કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ (ETV Bharat Gujarat) આ બનાવ અંગેની સગીરાના પરિવારને જાણ થતા સગીરાના પરિવાર દ્વારા સમગ્ર મામલે ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે ભાયાવદર પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમ કૌટુંબિક કાકા સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર ઉપલેટા પંથકમાં દુષ્કર્મી કાકા પર લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.
પરિવારજનોએ આરોપી કાકા સામે દુષ્કર્મ નોંધાવી પોલીસ ફરિયાદ (ETV Bharat Gujarat) 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ: ઉપલેટા તાલુકામાં બનેલા દુષ્કર્મના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા તાલુકા પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેમાં ભોગ બનનારના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની 16 વર્ષની સગીર દીકરીને તેમના જ કૌટુંબિક કાકાએ ફોન કરી પાછળના ભાગે બોલાવી હતી જેથી કૌટુંબિક કાકાને મળવા માટે ગયેલ સગીરાને કૌટુંબીક કાકાએ પાસે બેસાડી અને સગીરા સાથે જબરદસ્તી કરી હતી. આ જબરદસ્તી અંગે સગીરાએ ઈન્કાર કરતા તેમને પકડી રાખી તેમની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરા ગભરાઈ ગઈ હતી અને બાદમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકા ત્યાંથી ભાગી નીકળ્યો હતો અને સગીરા પણ પોતાના ઘરે ચાલી ગઈ હતી.
સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો: ભોગ બનનાર 16 વર્ષની સગીરા ઘરે મોડી પરત આવી ત્યારે સગીરાના પરિવારે આ અંગે પૂછતા સગીરા સાથે બનેલ બનાવ અંગેની વાત સગીરાએ પરિવારને જણાવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતાં. પરિવારજનોએ સગીરાને ઠપકો આપતા સમાજમાં બદનામી થશે તેવા ડરથી 16 વર્ષની સગીરાએ એસિડ પી લીધું હતું અને આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે.
આ મામલે સગીરાને પ્રથમ ભાયાવદરમાં અને બાદમાં ઉપલેટા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે વધુ સારવાર માટે જુનાગઢ અને બાદમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સગીરાને ખસેડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવ અંગે સગીરાના પરિવારની ફરિયાદ પરથી ભાયાવદર પોલીસે સમગ્ર મામલે આઈ.પી.સી. ની કલમ 376 (2),(1) અને પોકસો એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ અને અંજામ આપનાર વ્યક્તિને ઝડપી લેવા માટેની તપાસ હાથ ધરી છે.
- Cop sexually Assaults Woman: રક્ષક જ ભક્ષક બન્યા, મહિલાને પોલીસ કર્મચારીએ બનાવી જાતીય દુષ્કર્મનો શિકાર
- ખેડામાં લગ્ન પ્રસંગે ખેલાયેલા ખૂની ખેલના મામલામાં 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ - kheda crime