મહેસાણા: સમગ્ર રાજ્યમાં ગરમીનું તાપમાન હાલ 43 ડિગ્રી કરતાં વઘુ પહોંચ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત પણ ગરમીમાં સેકાવામાં બાકી રહ્યું નથી. જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણાનું તાપમાન પણ 43 થી 45 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે મહેસાણા વાસીઓ ગરમીથી બચવા અવનવા નુસખા અપનાવી ઠંડક મેળવવા જુદા જુદા પ્રયત્નો કરે છે.
મહેસાણામાં અસહ્ય 45 ડિગ્રી ગરમીમાં કાશ્મીર અને શિમલા જેવી માઈનસ 5 ડિગ્રીની મજા - People fun in the snow park
ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર પહોચ્યો છે. ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા સ્નો પાર્કનો સહારો લેતા નજરે પડે છે. હાલમાં સ્નોપાર્કમાં ભારે ભીડ જોવા મળી રહી છે, People's fun in the snow park in the heat
Published : May 21, 2024, 2:44 PM IST
લોકો સ્નો પાર્કની મુલાકાતે: લોકોએ મહેસાણામાં આવેલા સ્નો પાર્કની બહાર 43 ડિગ્રી તાપમાન હોય છે, ત્યારે અહીં માઇનસ 5 ડિગ્રી તાપમાન હોય છે જેનો હાલ મહેસાણા વાસીઓ ખૂબ જ મજા માણી રહ્યા છે. હાલ આ સ્નો પાર્કમાં લોકો ગરમીમાં ઠંડીની મજા માણવા ખુબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે લોકોની પરિસ્થતિ મીડિયમ છે અને જે શિમલા મનાલી જેવા હિલ સ્ટેશન ન જઈ શકતા હોય, તેઓ હાલ મહેસાણા નજીક આવેલા સ્નો પાર્કમાં માઈન્સ 5 ડિગ્રીની મજા માણી રહ્યા છે. હાલમાં અસહ્ય ગરમીમાં લોકો વેકેશનમાં વોટર પાર્ક તેમજ સ્નો પાર્કમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો સ્નો પાર્કની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં ભારે ગરમીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે ત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં હાલમાં 43 ડીગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે ત્યારે લોકો બહારની 43 ડીગ્રી ગરમીથી બચવા સ્નો પાર્કની માઇનસ 5 ડીગ્રીમાં પરિવાર સાથે પહોંચી ગરમીમાં ઠંડીનો અહેસાસ સાથે સ્નો પાર્કમાં કુલું મનાલી કે સિમલાનો આનંદ લઈ રહ્યા છે.