ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટની ઓરેવા ગ્રુપને ટકોર - જે પરિવારોએ કમાતા સભ્ય ગુમાવ્યા છે તેમને નોકરી અથવા માસિક સહાય આપો - MORBI BRIDGE COLLAPSE - MORBI BRIDGE COLLAPSE

ગુજરાત હાઈકોર્ટે જે લોકોએ પોતાનો કમાઉ સભ્ય ગુમાવ્યો છે તેમને નોકરી આપવા અથવા માસિક મહેનતાણું આપવા જણાવ્યું હતું. સાથે જ અનાથ બાળકોને તેમના શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પરના અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે વધારાની નાણાકીય સહાય આપવા આદેશ કર્યા હતા.

Etv Bharat
Etv Bharat

By PTI

Published : Mar 23, 2024, 10:30 AM IST

અમદાવાદ: મોરબી બ્રિજ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ થઈ હતી. જે મામલે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની ડિવિઝન બેંચ આ ઘટના અંગે સુનાવણી કરી રહી હતી.

બેન્ચે કંપનીને 23 વર્ષીય મહિલાને વળતર તરીકે મુંબઈમાં બે બેડરૂમનું ઘર આપવાનું હતું, જે પુલ તૂટી પડતાં ઘાયલ થઈ હતી અને હાલમાં બાંદ્રામાં એક ફર્મમાં કામ કરી રહી છે. આ સાથે સરકાર અને કંપનીને પીડિતોના વળતર અને પુનર્વસનની દેખરેખ માટે ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા જણાવ્યું હતું.

જે લોકો આંશિક અથવા સંપૂર્ણ વિકલાંગતાથી પીડાઈ રહ્યા છે તેમના પુનર્વસન અંગે કોર્ટે કહ્યું, "આ લોકોને કાયમી ધોરણે દત્તક લેવા જોઈએ. તેમની આખી જીંદગી સંભાળ રાખવી જોઈએ. આ ઓેરેવા ગ્રુપની માનવસર્જિત આફતનું પરિણામ છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બેંચને માહિતી આપી હતી કે 10 વિધવા મહિલાઓમાંથી ચારે ઓરેવા તરફથી નોકરીની ઓફર સ્વીકારી છે. ખંડપીઠે કંપનીને એ પણ તપાસવા કહ્યું કે વિધવાઓને નોકરીમાં કેવી રીતે સમાવી શકાય અથવા જો તેઓ કોઈપણ કારણોસર કામ ન કરી શકે તો તેમને માસિક મહેનતાણું ચૂકવી શકાય કે કેમ.

ખંડપીઠને એવા બે પરિવારો વિશે પણ માહિતી આપવામાં આવી હતી જેમણે દુર્ઘટનામાં તેમના કમાતા સભ્ય ગુમાવ્યા છે અને તેમની છ પુત્રીઓ (દરેક કુટુંબમાં ત્રણ), જેમાંથી પાંચ સગીર છે. કોર્ટે કંપનીને આ બાળકોને તેમના શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પરના અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે વધારાની નાણાકીય સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.

ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું, "જે લોકોએ પોતાનો કમાઉ સભ્ય ગુમાવ્યો છે તેમને નોકરી આપો. ઇજાગ્રસ્તોના પુનર્વસન પર પણ કામ કરો જેથી કરીને તેઓ સ્વતંત્ર રીતે જીવી શકે. જો નોકરી ન હોય તો માસિક મહેનતાણું આપો."

દરમિયાન ત્રિવેદીએ બેંચને માહિતી આપી હતી કે ઓરેવા ગ્રુપના સીએમડી જયસુખ પટેલને શુક્રવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.

  1. ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં, સુપ્રીમ કોર્ટે શરતો સાથે કર્યાં મંજૂર - Morbi Suspension Bridge Case
  2. Morbi Suspension Bridge Case : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપ મેનેજર અને કોન્ટ્રાકટરના જામીન મંજૂર

ABOUT THE AUTHOR

...view details