ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ફાયર સેફ્ટી મુદ્દે કલેક્ટરનું કડક વલણ, પોલીસ વિભાગને આપ્યા વિશેષ અધિકાર - Gir Somnath Fire Safety

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જિલ્લામાં ફાયર સેફ્ટી મુદ્દે એક્ટિવ થયા છે. સોમનાથના તમામ પ્રવાસન સ્થળ અને જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરવાનો આદેશ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફાયર સેફ્ટી મુદ્દે કલેક્ટરનું કડક વલણ
ફાયર સેફ્ટી મુદ્દે કલેક્ટરનું કડક વલણ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 5:37 PM IST

ગીર સોમનાથમાં ફાયર સેફ્ટી મુદ્દે કલેક્ટરનું કડક વલણ (ETV Bharat Reporter)

ગીર સોમનાથ : રાજકોટ અગ્નિકાંડ બાદ સોમનાથ જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજા દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સમગ્ર વિશ્વમાંથી સોમનાથ તરફ આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને પ્રવાસન સ્થળે ફાયર NOC તપાસ સહિતની તમામ સરકારી પૂર્તતા જે તે જગ્યાને લઇને નિર્ધારિત કરી છે. તેનો અમલ કરવો અને પ્રત્યેક પ્રવાસી સ્થળ સરકારી નિયમ મુજબ ચાલી રહ્યું છે, તે સ્પષ્ટ જોઈ અને વાંચી શકે તેવી જગ્યા પર પ્રદર્શિત કરવાનો આદેશ જાહેરનામા થકી આપ્યો છે.

નિયમોની અમલવારીને લઈને જાહેરનામું :રાજકોટ TRP ગેમ ઝોનના અકસ્માત બાદ હવે વહીવટી તંત્ર ત્વરીત ગતિએ કામ કરી રહ્યું છે. સોમનાથ જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજાએ વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં સોમનાથ અને સમગ્ર જિલ્લામાં પ્રવાસન સ્થળો સરકારી નીતિ નિયમ મુજબ ચાલી રહ્યા છે, તેમાં ફાયર સુવિધાની સાથે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી તૈયારી છે, સરકાર દ્વારા નિર્ધારિત કરેલા નિયમો અનુસાર સ્થળ ચાલી રહ્યું છે તથા તમામ નિયમોનું નિદર્શન પ્રવાસીઓ કરી શકે તે રીતે અમલ થાય તેના સૂચનો આપ્યા છે.

ફાયર સેફ્ટીની તપાસ :સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા સોમનાથમાં આવતા લાખો પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં વોટરપાર્ક, બોટિંગ, વોટર સ્પોટ, સ્વિમિંગ પૂલ, આનંદ મેળા, એમ્યુઝમેન્ટ પાર્ક અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી તમામ જગ્યા પર ફાયર સેફ્ટીની તપાસ કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત જે તે પર્યટન સ્થળનો લેઆઉટ પ્લાન અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં બચાવ કરી શકાય તેવા સાધનની સાથે તમામ ઇલેક્ટ્રિક લાઈનનું ટેસ્ટિંગ પ્રમાણપત્ર લોકો સ્પષ્ટ રીતે જોઈ શકે અને વાંચી શકે તે પ્રકારે રાખવાનો આદેશ પણ કર્યો છે, જે આજથી જ અમલમાં આવી રહ્યો છે.

સેફ્ટીમાં ચૂક થઈ તો થશે કાર્યવાહી :આ સિવાય તમામ પર્યટન સ્થળો પર લાઈફ જેકેટ, રેસ્ક્યુ રીંગ અને મેડિકલ કીટ સાથે સીસીટીવી કેમેરા પણ આજથી ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારે જે ધારાધોરણ નિર્ધારિત કર્યા છે તેમાં કોઈપણ પ્રકારની ચૂક જોવા મળશે તો ફરજ પરના પોલીસ કર્મચારી કે તેનાથી ઉપરના અધિકારીઓ કોઈપણ સ્થળના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે તે પ્રકારના અધિકાર પણ જાહેરનામા થકી પોલીસ વિભાગને આપવામાં આવ્યા છે.

  1. અમદાવાદની શાળાઓમાં NOC અને ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ શરૂ, DEO કચેરીએ આપી સૂચના
  2. રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ પર રમેશભાઈ ઓઝાની પ્રતિક્રિયા, શું કહ્યું જૂઓ આ વિડીયો

ABOUT THE AUTHOR

...view details