ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની અજરખ કળાને મળ્યું GI ટેગ, કારીગરોને થશે ફાયદો, નકલી અજરખ સામે કાર્યવાહી કરી શકાશે - GI Tag - GI TAG

કચ્છની 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન ટેગ મળ્યું છે. કચ્છના અજરખ કલાના કારીગરો છેલ્લાં 10 વર્ષોથી GI ટેગ માટે પ્રયત્નો કરી રહ્યા હતા. કચ્છી હસ્તકલાને GI ટેગ મળતા નવી ઓળખ મળી છે. તો અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું અમદાવાદ ખાતે જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કચ્છની અજરખ કળાને મળ્યું GI ટેગ, કારીગરોને થશે ફાયદો, નકલી અજરખ સામે કાર્યવાહી કરી શકાશે
કચ્છની અજરખ કળાને મળ્યું GI ટેગ, કારીગરોને થશે ફાયદો, નકલી અજરખ સામે કાર્યવાહી કરી શકાશે

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 5:14 PM IST

GI ટેગ મળતા નવી ઓળખ મળી

કચ્છ : કચ્છી અજરખને GI ટેગ મળ્યું છે. કચ્છની ભૂમિ એટલે કે વૈશ્વિક સ્તરે ઝળકેલી કળાઓના કારીગરોની ભૂમિ. કચ્છમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે. જેઓ દેશ વિદેશમાં નામના મેળવી છે. એવી જ એક પ્રાચીન કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ બ્લોક પ્રિન્ટ કળાનાં કારીગરોની આવકમાં વધારો થયો છે. પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી જેના માટે કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી હતી ત્યારે હવે આ કળાને GI ટેગ મળ્યું છે.

અજરખ બ્લોક પ્રિન્ટ કળાનું મૂળ : પાકિસ્તાનના સિંધમાંથી આવેલી આ કળા અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા એ ભારતની લુપ્ત થતી કળામાંની એક હતી પરંતુ હવે તેને GI ટેગ મળતા હવે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામશે. કચ્છમાં આ કલા છેલ્લા 500 વર્ષથી થઈ રહી છે. આમ તો અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી કળા છે. કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાઈનું કામ કર્યા બાદ ભુજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું.

કચ્છના અજરખના કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ :દેશમાં કોઈ પણ કલાના નામ પર આખેઆખું ગામ વસ્યું હોય તે કંઈ નાનસૂની વાત નથી. દેશ-દુનિયામાં નામના મેળવનાર કચ્છી અજરખને જવે જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન (જીઆઈ) એટલે કે ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા મળી ગઈ છે. આ સમાચાર ફેલાતાંની સાથે જ કચ્છના અજરખના કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

જીઆઈ ટેગ સર્ટિ

અજરખ કળામાં કાપડની બંને બાજુ એ પ્રિન્ટ કરવામાં આવે છે :અજરખ બ્લોક પ્રિન્ટ કંઈ રીતે થાય છે તેની વાત કરવામાં આવે તો અજરખ હસ્તકળામાં શાકભાજી, માટી અને પથ્થરોમાંથી પ્રાકૃતિક રંગો બનાવી તેને લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઈન બનાવી પ્રિન્ટ કરવામાં આવતું હોય છે. મુખ્ય વાત એ છે કે અજરખ કળામાં કાપડની બંને બાજુ એ પ્રિન્ટ કરવામાં આવે છે.

કચ્છમાં 500 વર્ષથી અજરખ કળા :અજરખ કળાના કારીગર અને છેલ્લા 50 વર્ષથી આ કળા કરી રહ્યા કારીગર ડૉ.ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે, તેઓ 9મી પેઢી છે જે આ કળા ક્ષેત્રે કામ કરી રહી છે. 500 વર્ષથી આ અજરખ કળા કચ્છમાં થઈ રહી છે. વર્ષ 1634માં કચ્છના રાજા ભરમાલજી પહેલાના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કારીગર કચ્છ આવી વસ્યા હતા. રાજા રાવ ભરમાલજી ક્રાફટ કલાને કચ્છની વિવિધ હસ્તકલાઓમાં ખુબ જ રસ હતો અને તેમને અજરખ કળા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં આશરો આપ્યો હતો તો ત્યાર બાદ અજરખપુર, અંજાર, ભુજ અને ખાવડા ખાતે પણ કારીગરો અજરખ કળા ક્ષેત્રે કામ કરી રહ્યા છે.

અગાઉ અનેક કારીગરોએ આ કળા કરવાનું છોડી દીધું હતું : અજરખ ગરમી અને ઠંડી બન્ને સામે રક્ષણ આપતું અજરખ કસબી પરિવારોની આજીવિકા બનીને જીવવાનું બળ પૂરું પાડે છે. અગાઉ જ્યારે આ કળા માટે બજાર મેળવવામાં મુશ્કેલી જેવા વિકટ સંજોગોનાં પગલે અનેક કસબી કુટુંબોને લાચારીવશ આ કળા છોડવાની ફરજ પડી હોવાના કિસ્સા પણ બન્યા છે. જેથી કરીને અરજખ કળાના અસ્તિત્વ સામે પડકાર ઊભો થવાની જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે જીઆઈનું ટેગ મળતા આવા પડકારને પહોંચી વળવામાં મદદરૂપ નીવડશે તેવો વિશ્વાસ કારીગરોએ વ્યક્ત કર્યો છે.

સમય વીતતો ગયો તેમ તેમ ફેશનમાં આવતું ગયું :અજરખ બ્લોક પ્રિન્ટ શરૂ થઈ ત્યારે તેમાંથી મુસ્લિમ સમાજના માલધારીઓ પોતાના માટે અજરખ કલામાંથી લૂંગી બનાવતા હતા. મહિલાઓ પોતાના માટે ઓઢણી બનાવતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અજરખ પ્રિન્ટ વિશ્વ સ્તરે ચમકતી ગઈ અને હવે આ કળા મારફતે આજે ડ્રેસ, સાડી, શર્ટ સહિત જેન્ટ્સ કપડાં પણ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.

10 વર્ષથી GI ટેગ માટે થઈ રહ્યા હતા પ્રયત્નો : કચ્છી કસબીઓના છેલ્લા 10 વર્ષોથી જીઆઈ ટેગની માન્યતા મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા. કારીગરોને બૌદ્ધિક સંપદા અધિકાર દિવસે સન્માનિત કરાયા હતા. અમદાવાદમાં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ અને અજરખ કલામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ યુકેની ડિમોન્ટ ફોર્ડ યુનિવર્સિટી તફરથી ઇસ્માઇલભાઈ ખત્રીને ડોક્ટરની માનદ ડિગ્રીથી પણ સન્માનિત કરવાના આવ્યા છે.

અજરખની નકલ વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે : અજરખ કળાના યુવા કારીગર નાસીરભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં 200 જેટલા કારખાનામાં અજરખ કળાનું કામ કરવામાં આવે છે અને અંદાજિત 2000 જેટલા કારીગરો આ કળા સાથે સંકળાયેલા છે. પ્રિન્ટ કપડાંની કિંમત આમ તો કળા મુજબ હોય છે અને મોંઘુ પણ હોય છે. પરંતુ તેની માંગ ઓનલાઇન માર્કેટમાં પણ ખૂબ વધી રહી છે. ત્યારે જે મુખ્ય કારીગરો છે તેમને યોગ્ય ભાવ મળી રહે અને જે મોટાભાગે ઓનલાઇન સસ્તી કિંમતના નકલી માલ વેચાતો હોય છે તે બંધ થાય તેના માટે અજરખપુરના કારીગરોની સંસ્થા અજરખપુર હસ્તકળા વિકાસ સંગઠન દ્વારા GI ટેગ એટલે કે જીયોગ્રાફિક આઇડેન્ટિટી ટેગ મેળવવા અરજી કરી હતી. કચ્છી અજરખને હવે GI ટેગ મળ્યું છે ત્યારે બજારમાં મળતી અજરખની નકલ પર હવે કાબૂ મેળવી શકાશે. હવે અજરખ કળાને આ GI ટેગ મળી જતા ભવિષ્યમાં અજરખની નકલ બનાવતા લોકો વિરુદ્ધ આ સંસ્થા કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

  1. Kutchi Kharek GI Tag : કચ્છી ખારેકને મળ્યો GI ટેગ, ખારેકના નિકાસ મૂલ્ય અને બ્રાન્ડિંગમાં આવશે તેજી
  2. Ajrakh Art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

ABOUT THE AUTHOR

...view details