ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં 5 હજાર જેટલી ગણેશ પ્રતિમાનું વિસર્જન, વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાય - GANESH VISARJAN YATRA - GANESH VISARJAN YATRA

નવસારી જિલ્લામાં 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી ગણેશ મંડળ દ્વારા બાપાની વિસર્જન તૈયારીઓ કરવામાં આવી હતી. તમામ વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. GANESH VISARJAN YATRA

5000 પ્રતિમા વિસર્જિત કરવામાં આવી
5000 પ્રતિમા વિસર્જિત કરવામાં આવી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 5:23 PM IST

નવસારીમાં ગણેશ વિસર્જનની શરૂઆત (Etv Bharat Gujarat)

નવસારી: જિલ્લામાં 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી ગણેશ મંડળ દ્વારા બાપાની વિસર્જન તૈયારીઓ કરવામાં આવી હતી. વિસર્જન યાત્રાને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તમામ વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

નવસારીમાં ગણેશ વિસર્જનની શરૂઆત (Etv Bharat Gujarat)

5000 ગણેશ પ્રતિમાઓને વિસર્જિત કરવાની પ્રક્રિયા: નવસારી જિલ્લામાં 54 જેટલા ઓવારા ઉપર 5000 જેટલી ગણેશ પ્રતિમાઓને વિસર્જિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓ શહેરના વિરાવળ ઓવારા ઉપર વિસર્જિત થઈ રહી છે. મોટી મૂર્તિઓ વિસર્જિત થાય તે માટે તંત્ર દ્વારા 2 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા વ્યવસ્થાની નિરીક્ષણ કરવા માટે અલગ અલગ મુલાકાત લીધી હતી. જેમાં વિરાવળ ઓવારા ઉપર શોભાના ગાંઠીયા સમાન ઊભા પોલીસ કર્મચારીઓને કલેકટરે સૂચનો આપ્યા હતા.

1100 પોલીસ ટીમ વિસર્જન બંદોબસ્તમાં તહેનાત: નવસારી જિલ્લાના વિરાવળ, જલાલપુર, દાંડી, ધારાગીરી સહિતના અલગ અલગ તાલુકાઓમાં આવેલા ઓવારા ઉપર ગણેશ પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે, જિલ્લા પોલીસની 1100 જેટલી ટીમ વિસર્જનના બંદોબસ્તમાં તહેનાત છે. નવસારી જિલ્લા પ્રાંત અધિકારી જનમ ઠાકોર જણાવે છે કે, હાલમાં વિરાવળ વારા ઉપર શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને નાની મોટી મૂર્તિઓ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જિત થઈ રહી છે.

નવસારી-વિજલપુર નગરપાલિકાની ઉમદા કામગીરી: આ ઉપરાંત જનમ ઠાકોરે જણાવ્યું કે, વિસર્જન યાત્રા દરમિયાન તમામ મંડળો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની જે પ્રમાણેની તૈયારીઓ છે. તેને આવકારલાયક છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઓવારા પર જે પ્રમાણેની સુવિધાઓ વિસર્જનને લઈને કરવામાં આવી છે. તે ઘણી ઉમદા છે અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ જાણો:

  1. બદ્રીનાથ મંદિરની થીમ સાથેના ગણેશ પંડાલના દર્શન માટે પારડી બ્રહ્મદેવ મંદિર ખાતે લોકોની ભીડ - Ganesh Mahotsav 2024
  2. PM મોદીના જન્મદિવસે વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં કરાઈ વિશેષ પૂજા - PM MODI BIRTHDAY

ABOUT THE AUTHOR

...view details