ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ અયોધ્યા રામલલાના દર્શન કરવા જશે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઇ ગયાં બાદ હજુ પણ મહાનુભાવો ક્રમશ: દર્શનાર્થે જઇ રહ્યાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારનું પ્રધાનમંડળ પણ અયોધ્યાના રામલલાના દર્શનાર્થે જવાનો પ્રોગ્રામ બનાવી ચૂક્યાં છે.

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ અયોધ્યા રામલલાના દર્શન કરવા જશે
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ અયોધ્યા રામલલાના દર્શન કરવા જશે

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 7:27 PM IST

ગાંધીનગર : ગુજરાત સાથે અયોધ્યાનો અલગ સંબંધ રહ્યો છે. હાલમાં પણ દરેક જિલ્લાઓમાંથી ટ્રેન ભરીને લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકારનું મંત્રીમંડળ અયોધ્યા રામલલાના દર્શન માટે જવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખુ મંત્રીમંડળ ભગવાન રામના દર્શન માટે અયોધ્યા જશે. ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ બાદ પ્રથમવાર સમગ્ર મંત્રીમંડળ દર્શને જશે.

બજેટ સત્ર પૂર્ણ થતાં સમય મળશે : વિધાનસભાનું બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું છે. હવે 2 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જશે. મંત્રીઓ સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ સહિત આખું મંત્રી મંડળ ભગવાન રામના દર્શન કરીને આશીર્વાદ મેળવશે.

અયોધ્યામાં થયેલા વિકાસ કાર્યોને પણ નિહાળશે : ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અયોધ્યાની મુલાકાત દરમિયાન રામ જન્મભૂમિ પરિસર અને અયોધ્યામાં થયેલા વિકાસ કાર્યોને પણ નિહાળશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારનું પ્રધાનમંડળ અયોધ્યામાં પ્રેસ કોંફરન્સમાં પણ ભાગ લેશે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં થયેલા વિકાસ અંગે પોતાના અનુભવોનું વર્ણન કરશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ પણ અયોધ્યા જશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સમગ્ર ગુજરાત ભગવા રંગે રંગાયું હતું. દરેક શહેર અને ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી રહ્યાં છે. સરકાર દ્વારા અયોધ્યા રામલલાના દર્શને જવામાં સગવડ મળે તે માટે વિશેષ આસ્થા ટ્રેનો પણ દોડાવી હતી જેને પગલે લાખો યાત્રાળુઓ દરરોજ ભવ્ય રામમંદિર અને રામલલાના દર્શન ભાવભર્યાં નયને કરી રહ્યાં છે.

  1. Ram Mandir : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સીએમ શીલજ પહોંચ્યાં
  2. L K Adwani: રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથથી યાત્રા શરુ કરી હતીઃ વજુભાઈ વાળા

ABOUT THE AUTHOR

...view details