ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર યથાવત, વધુ 10 IASના ટ્રાન્સફર - Transfer of 10 IAS - TRANSFER OF 10 IAS

રાજ્ય સરકાર દ્વારા IAS અને IPS અધિકારીની બદલીનો દોર શરૂ છે. 18 IAS ની બદલી બાદ આજે વધુ રાજયના 10 IAS અધિકારીઓની કરાઇ બદલી કરાઈ છે. ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યમાંથી વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. IAS And IPS transfer

ઉચ્ચ અધિકારીઓને બદલીનો દોર યથાવત
ઉચ્ચ અધિકારીઓને બદલીનો દોર યથાવત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 1:32 PM IST

ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા IAS અને IPS અધિકારીની બદલીનો દોર શરૂ છે. 18 IAS ની બદલી બાદ આજે વધુ રાજયના 10 IAS અધિકારીઓની કરાઇ બદલી કરાઈ છે. ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યમાંથી વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, થોડાક દિવસો પહેલા જ વહીવટી વિભાગ દ્વારા IAS તેમજ IPSની બદલી કરવામાં આવી હતી. આજે આ બદલીનો બીજો રાઉન્ડ આવ્યો છે. રાજ્યમાં આઇએએસ (IAS) અધિકારીઓની બદલીનો દૌર યથાવત છે. આજે બીજા રાઉન્ડમા 10 IAS અધિકારીઓ, જેમાં કલેક્ટરોની બદલી કરાઇ છે.

10 અધિકારીઓની કરાઇ બદલી: IAS રત્નાકંવરની સાબરકાંઠા કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. સુજીત કુમારની ભાવનગર કમિશનર તરીકે નિમણુંક કરાઈ છે. સ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસમાં નિમણુંક કરાઈ છે. કે.ડી.લાખાણી લેબર કમિશનર તરીકે નિમાયા છે. એસ.કે.મોદીને નર્મદાના કલેકટર બનાવાયા છે. એન.એન.દવેને વલસાડ કલેકટર તરીકે નિમાયા છે. એસ.ડી.ધાનાણીને પોરબંદર કલેકટર બનાવાયા છે. એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટીવ સોસા.માં મુકાયા છે.લલિત નારાયણસિઁધ શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડાયરેકટર અને હેન્ડલુમ ડેવલપમેન્ટનો વધારાનો ચાર્જ અપાયો છે. બી.જે.પટેલ ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર બનાવાયા છે.

IAS કે. કૈલાશનાથનને પૂંડુચેરીના એલજી બનાવાયા: ગત 31 જુલાઈના રોજ 18 IAS અધિકારીની બદલી કરાઈ હતી ગત 31 જુલાઈના રોજ 18 IAS અધિકારીની બદલી કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા સુનયના તોમર, પંકજ જોશી, મનોજકુમાર દાસ, જયંતિ રવિ, સ્વરૂપ.પી, અંજુ શર્મા, એસ.જે હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડોક્ટર ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે કે નિરાલા, રાજેશ મંજુ, એસ.કે શર્મા, મમતા વર્મા, મુકેશકુમાર, મુરલી ક્રિષ્નન, વિનોદ રાવ, અનુંપ આનંદ, રાજેશ મંજુ, રાકેશ શંકર, કે કે નિરાલા, એ.એમ. શર્માની બદલીના આદેશ થયા છે. જયંતિ રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે. જયંતિ રવિનું ડેપ્યુટીશન પૂરું થઈ જતા તેઓ પુંડુચેરીથી ગુજરાત પરત ફર્યા છે. તાજેતરમાં ગુજરાતના નિવૃત્ત આઈએએસ અધિકારી કે કૈલાશ નાથનને પૂંડુચેરીના એલજી બનાવવામાં આવ્યા છે.

  1. લ્યો બોલો. ભુજ નગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનામાં ઢોર પકડવાનું બંધ, રખડતા ઢોરોથી લોકોને હાલાકી - Stopping Cattle Catching Operations
  2. શ્રાવણ માસના પ્રથમ દિવસે 50 હજારથી વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા, દાદાને બિલ્વપત્રનો શૃંગાર - Somnath mahadev temple

ABOUT THE AUTHOR

...view details