કચ્છ:નવા વર્ષની સાથે જ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં મહાનગરપાલિકા અમલમાં આવી છે અને કોર્પોરેશન જેવું વહીવટ અને કામગીરી કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીધામ શહેરના જાહેર માર્ગો પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે કોર્પોરેશને નોટિસ આપી દીધી છે. જો આગામી સોમવાર સુધીમાં આ દબાણો નહીં હટે તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવીને આ દબાણો દૂર કરવામાં આવશે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હાલમાં જાહેર માર્ગોને પહોળા કરવા માટે માપણીની પ્રક્રિયા ચાલી રહી છે.
ગાંધીધામ મનપા દ્વારા રોડ પર દબાણોને બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવશે. (Etv Bharat Gujarat) ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં જાહેર માર્ગો પર 350 જેટલા ગેરકાયદેસર દબાણો હોતા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે. જો સોમવાર સુધીમાં દબાણકારો જાહેર માર્ગો પરથી દબાણ દૂર નહીં કરે, તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે.
ગાંધીધામ મનપા દ્વારા રોડ પર દબાણોને બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવશે. (Etv Bharat Gujarat) બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરાશે: ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે દબાણકારોને અપીલ કરી જણાવ્યું હતું કે, ગાંધીધામના જાહેર માર્ગો પર જે દબાણો છે. તેને દબાણકારો સ્વેચ્છાથી હટાવી લે. અન્યથા સોમવારના પોલીસ બંદોબસ્ત સાથે રાખીને નિયમ મુજબ બુલડોઝર ચલાવીને દબાણ તોડીને હટાવવામાં આવશે. તે દિવસે કોઈપણ દબાણકારોને સમય મર્યાદા નહીં મળે.
ગાંધીધામ મનપા દ્વારા રોડ પર દબાણોને બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવશે. (Etv Bharat Gujarat) ગાંધીધામ મનપા દ્વારા રોડ પર દબાણોને બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવશે. (Etv Bharat Gujarat) 350થી વધુ લોકોને કરાઈ અપીલ: ગાંધીધામના ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને આપના નગર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં 350થી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ પણ હાથ ધરવામા આવ્યુ હતું. તેમજ જાહેર રસ્તા પર વધારાના બાંધકામ અંગે માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી છે.
ગાંધીધામ મનપા દ્વારા રોડ પર દબાણોને બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવશે. (Etv Bharat Gujarat) માર્ગોને પહોળા કરવા માટે કાર્યવાહી: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ બંને શહેરો ગાંધીધામ અને આદિપુરના માર્ગોને પહોળા કરવા માટે થઈ રહી છે. કોર્પોરેશનની નોટિસને ધ્યાનમાં રાખીને અમુક લોકોએ દબાણો હટાવી પણ લીધા છે અને જે લોકોએ દબાણ હટાવ્યા નથી. તેના પર હવે મહાનગરપાલિકાનો બુલડોઝર ચલાવવામાં આવશે.
આ પણ વાંચો:
- કચ્છના શીશે શોભતી યશકલગી "સ્વયમ" : 5 વર્ષની ઉંમરે મેળવ્યું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- કંડલાના દીનદયાળ પોર્ટના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ, હજારો એકર જમીન ફાળવવામાં આવી