ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી, 18 હજાર ગામોમાં ફરશે ગાંધીગ્રામ જીવન પદયાત્રા - Gandhi Jayanthi 2024

ગાંધીના વિચારોને અનુસરતી ગુજરાત વિદ્યાપીઠમાં આજરોજ ગાંધીજીની 155 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ગાંધીગ્રામ જીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી, જે રાજ્યના 18 હજાર ગામમાં યાત્રા કરશે.

ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી
ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 10:29 AM IST

અમદાવાદ :મહાત્મા ગાંધી દ્વારા 1920માં આપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં આજરોજ ગાંધીજીની 155 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગુજરાત વિદ્યાપીઠના 1800 થી વિદ્યાર્થીઓ અને સેવકો 18 હજાર ગામોમાં ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે. સાથે ગાંધી માનપત્ર ખંડનું લોકાર્પણ અને પ્રાકૃતિક ખેતી સંબંધિત શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

18 હજાર ગામોમાં ગાંધીગ્રામ જીવન પદયાત્રા :ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ એ મળીને કુલ 1800 વ્યક્તિઓ ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે. ગુજરાતના કુલ 18,000 ગામડામાં તા. 21 થી 26 ઓક્ટોબર એમ કુલ 6 દિવસો દરમિયાન પ્રાકૃતિક ખેતી આધારિત ‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદા સંરક્ષણનું મહાઅભિયાન’ આદરવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી માટે શિબિર (ETV Bharat Gujarat)

ગાંધી માનપત્ર ખંડ :મહાત્મા ગાંધીને વિશ્વભરમાંથી મળેલાં માનપત્રો અને પ્રશસ્તિપત્રોના વિશિષ્ટ પ્રદર્શન માટે, પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રથમ માળે, ગાંધી મૌનખંડની બાજુમાં માનપત્ર ખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ગાંધીજીના જીવનના મૂલ્યો અને વિશ્વભરમાં તેમના પ્રત્યેના આદરને ઉજાગર કરનાર કુલ 26 જેટલા સન્માન પત્રો રજૂ કરવામાં આવ્યા છે. જે ગાંધીજીના વિચારો પ્રત્યેના આદરભાવ સાથે તેમને વિશ્વભરમાં આપવામાં આવેલાં માનની પ્રતીતિ કરાવે છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી (ETV Bharat Gujarat)

સામુહિક સફાઈ અભિયાન :તમને જણાવી દઈએ કે, આજે વિદ્યાપીઠના પરિસરમાં શ્રમદાન અને સ્વચ્છતા માટે મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરતા, સામૂહિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી માટે શિબિર :આજે 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રીઓ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેતી સંબંધિત જ્ઞાન અને અનુભવોને ગુજરાતનાં ગામડાઓમાં ફેલાવી શકે તથા ખેતરોમાં કાર્યક્ષમ રીતે તેનો અમલ કરી શકે તે માટેનો છે. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં જેવા કે જમીનનું સ્વાસ્થ્ય, પાણીનો સચોટ ઉપયોગ, બીજ જાતિ સંરક્ષણ અને રાસાયણિક ખાતરોના વિકલ્પો વિશે માહિતી આપશે.

વિષય નિષ્ણાતો દ્વારા તાલીમ :ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓના જૂથ અનુસાર કુલ 1800 પદયાત્રીઓને ચાર જૂથોમાં પ્રતિજૂથ 200 પદયાત્રીઓને સૈદ્ધાંતિક તેમજ આઠ જૂથોમાં પ્રતિજૂથ 50 પદયાત્રીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામકો તથા વિષય નિષ્ણાતો દ્વારા આ તાલીમ આપવામાં આવશે.

  1. વર્ષ 1925માં ગાંધીજીની કચ્છ મુલાકાત વ્યથિત કરી દેનારી બની, જાણો કેમ?
  2. ગાંધીજીનો જૂનાગઢ સાથે અનોખો સંબંધ, તમે જાણો છો ? વાંચો રસપ્રદ વાતો

ABOUT THE AUTHOR

...view details