હૈદરાબાદ: ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024 જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલા અન્ય એફપીઓ - મહારાષ્ટ્રના નાંદેડની અમૃતાલયમ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને 'વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ' કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાંથી વિવિધ એવોર્ડ કેટેગરી માટે 140 અરજદારો હતા અને 12 એફપીઓ વિજેતા બન્યા હતા.
સમી વિસ્તાર FPC:ગુજરાતમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું આધુનિકીકરણ નાબાર્ડની પીઓડીએફ યોજના હેઠળ બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પ્રમોટ કરાયેલી સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ગુજરાતના પાટણમાં કૃષિ વિકાસ માટે ગતિશીલતાનું ચાલક બળ બની છે. તેના પ્રારંભથી જ એફપીઓએ બજારની પહોંચને મજબૂત કરવામાં અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
રિલાયન્સ ફાઉન્ડેશને નાણાકીય સંસાધનોની સુલભતા, બજાર જોડાણો ઊભા કરવા અને હવામાન, કિંમતો તથા પાકના સ્વાસ્થ્ય અંગે સમયસર સલાહ માર્ગદર્શન પૂરા પાડીને એફપીસીની કાર્યક્ષમતાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એફપીઓની વ્યૂહરચના: ખરીદી અને વાજબી ચૂકવણી માટે એકત્રીકરણ, પ્રીમિયમ ઉત્પાદનની ખાતરી કરવા માટે ગુણવત્તા નિયંત્રણ અને ચણાદાળ, એરંડા અને જીરું જેવા પાકોના પ્રોસેસિંગ અને પેકેજિંગ દ્વારા ઉત્પાદનોના મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એફપીઓ ખેડૂતોને આધુનિક તકનીકો અને બજારની આંતરદૃષ્ટિથી સજ્જ કરવા તેમની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપીને ખરીદદારો અને નિકાસકારો સાથે બજાર જોડાણને મજબૂત બનાવે છે.