પાલનપુર: પાલનપુરમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. જોકે સમગ્ર મામલે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ત્રણની અટકાયત કરી લીધી છે.
સાત દિવસ પહેલા કચરો નાખવા બાબતે પાડોશીઓ જોડે બબાલ થતા બારડપુરા પોલીસ ચોકીની આગળ પોતાના શરીર ઉપર જવનલશીલ પ્રવાહી છાંટીને પૂર્વ નગરસેવિકા ગુલશબેન ચુનારાએ આત્મહત્યાની કરી હતી કોશિશ હતી જે બાદ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પૂર્વ નગર સેવિકાને પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાર બાદ વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી, અને ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પાલનપુરમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પૂર્વ નગરસેવિકાનુ મોત (Etv Bharat Gujarat) મળતી માહિતી મુજબ પીડિત પૂર્વ નગર સેવીકાએ પાંચ લોકો સામે ફરિયાદ કરતા પાલનપુર પૂર્વ પોલીસે હાલમાં 3 લોકોની અટકાયત કરી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર પૂર્વ નગર સેવિકાએ સાત દિવસ સુધી જિંદગીની લડાઈ લડી આખરે દમ તોડી દીધો છે. જોકે બીજી તરફ એક નજીવી બાબતે પૂર્વ નગર સેવિકાએ બારડપુરા પોલીસ ચોકી આગળ જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જોકે હાલતો નજીવા ઝગડામાં જ પૂર્વ નગરસેવિકા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે, અને જે લોકોના નામ આપવામાં આવ્યા તેમના સામે પોલીસે અટકાયતી સહિતના પગલાં લીધા છે. બીજી તરફ પૂર્વ નગર સેવિકાના મોત બાદ હાલમાં પરિવારજનો સહિત વિસ્તારમાં શોક છવાયો છે, અને સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ આરંભી છે.
- પાલનપુરમાં ડોકટર પર નજીવી બાબતે જીવલેણ હુમલો, પોલીસે 6 સામે ગુનો નોંધ્યો
- બનાસકાંઠાના વેપારીએ રચ્યું પોતાના જ મોતનું તરકટ, પોલીસ પણ ઘુમરે ચડી