પોરબંદર:જિલ્લાના રાણાવાવમાં રહેતા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ દુલાભાઈ ઓડેદરાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમના નિધનના કારણે રાજકીય જગતમાં મોજું ફરી વળ્યું હતું. કરશનભાઈએ કુતિયાણા બેઠક પર ધારાસભ્ય તરીકે અનેક કામો કર્યા હતા અને ભાજપ સાથે જોડાયેલા તથા મહેર અગ્રણી હતા. તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે. કરસનભાઈની અંતિમયાત્રામાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
કુતીયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરાનું હાર્ટ એટેકથી નિધન, 33 વર્ષ પહેલાં રાજકારણમાં કર્યો હતો પ્રવેશ - Karshanbhai Odedara passed away - KARSHANBHAI ODEDARA PASSED AWAY
પોરબંદર જિલ્લાના રાણાવાવમાં રહેતા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ દુલાભાઈ ઓડેદરાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમના નિધનથી રાજકીય જગત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Karshanbhai Odedara passed away
Published : May 4, 2024, 8:08 PM IST
|Updated : May 4, 2024, 10:53 PM IST
પોરબંદર જિલ્લા ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે કરશનભાઈ અને મારે 1978 થી સંબંધ હતા એ ભણેલા ઓછું હતા અને નવું નવું શીખવાનું શોખ હતો હું વધારે ભણેલ હતો આથી અમારા વ્યવસાય સાથે હતો કડિયા પ્લોટમાં રહેતા ત્યારે આઠ વાગે તે વ્યવસાય ઉપર આવી જતા ભણેલા હતા નવું શીખવાની વધુ ચીવટ હતી રાજકારણમાં 1991માં મહંતબાપુએ નિવૃત્તિ લીધી જેમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા, ત્યારે કરશનભાઈ ઓડેદરા પણ ભાજપમાં જોડાયા હતા. 1998માં ચૂંટણી આવી ત્યારે મને કહ્યું કે ગમે તે થાય મારા લેટર પેડ પર ત્રણ સિંહ જોયે ત્યારે 1995માં હું ધારાસભ્ય હતો તે સમયે રાણી બેનને ટિકિટ આપવામાં આવી હતી આથી રાણી બેનને વિનંતી કરી અને કરસનભાઈને ટિકિટ આપવામાં આવી હતી. કરસનભાઈ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પદ પર રહ્યા હતા. કોઈપણ સમસ્યા હોય લોકોની તો તેઓ નિરાકરણ આસાનીથી લાવી શકતા અને મળતાવડો સ્વભાવ અને જિલ્લામાં રોડ-રસ્તા તેમજ ગટર-પાણીની વ્યવસ્થા કરવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે.
કરસનભાઈના મોટાભાઈ ભીમા દુલાભાઈ ઓડેદરાના જણાવ્યા અનુસાર કરસનભાઈ એવું વ્યક્તિત્વ હતું કે, નાના માણસો સાથે નાના બની જતાં અને મોટા માણસો સાથે મોટા બની જતા કે જેવો માણસનું વાતાવરણ છે એને અનુકૂળ લઈને લક્ષમાં ચાલનાર વ્યક્તિ હતા. લોકો માટે હર હંમેશ કોઈપણ રીતે કામ કરાવતા અને કોઈ ઝઘડા હોય તો આસાનીથી નિરાકરણ પણ લાવતા આ સ્વભાવનું એકદમ મીઠો માણસ હતો હાલના સમય પ્રમાણે કોઈ માણસો યાદ રાખતું નથી પરંતુ આ સમયે એવો ચાલે છે કે આજે કામ થઈ ગયું તો બીજા દિવસે લોકો ભૂલી જાય છે અમુક સમયની નોંધ પણ લીધી હોય કે સંકટ સમયે કરસનભાઈ લોકોના કામ કર્યા છે.