જૂનાગઢ:જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 26 તારીખ એટલે કે સોમવારથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જૂનાગઢના ઘેડ વિસ્તાર અને ગ્રામ્ય પંથકોમાં તબીબી સમલતો મળી રહે તે માટે આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે વિશેષ આયોજન કરાયું હતું. જે પૈકી ઘેડ વિસ્તારની 33 જેટલી સગર્ભા મહિલાઓને 26, 27 અને 28 તારીખ દરમિયાન સંભવિત વરસાદી પુરવાળા વિસ્તારોમાંથી અને વરસાદ પડવાની સ્થિતિમાં ગામનો જમીની સંપર્ક કપાઈ શકે તેવા ગામોમાંથી 33 જેટલી સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરવામાં આવી છે.
પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ જૂનાગઢ આરોગ્ય વિભાગે 33 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળાંતર કરી - Safe evacuation of pregnant women
ગત સોમવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે જૂનાગઢનો ઘેડ વિસ્તાર જળબંબાકાર બન્યો છે ત્યારે આવા સમયે સગર્ભા મહિલાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સમય રહેતા ઘેડ વિસ્તારની 33 જેટલી સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરવામાં આવી છે. જાણો. Safe evacuation of pregnant women
Published : Aug 29, 2024, 10:52 PM IST
12 મહિલાઓએ આપ્યો બાળકને જન્મ: જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ નીચે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળાંતરિત કરાયેલી 33 સગર્ભા મહિલાઓ પૈકી 12 જેટલી સગર્ભાઓએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે, તો હાલ અન્ય ચાર સગર્ભા બાળકને કોઈપણ સમયે જન્મ આપી શકે છે તેને ધ્યાને રાખીને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી છે. અન્ય 17 સગર્ભા મહિલાઓ કે જેમનો બાળકને જન્મ આપવાનો સમય હજુ નિર્ધારિત થયો નથી આવી તમામ સગર્ભાઓને વરસાદનું સંકટ ખૂબ ઓછું હોય તેવા વિસ્તારમાં તેમના અન્ય પરિવારજનોના ઘરે સ્થળાંતરિત કરવામાં આવી છે. આમ 33 સગર્ભા મહિલાઓને પૂર સંકટથી બચાવીને સુરક્ષિત માતૃત્વ પૂરું પાડવાની જવાબદારી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ મુશ્કેલના આ સમયમાં નિભાવી છે.