ગુજરાત

gujarat

ETV Bharat / state

નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા, કહ્યું સોશિયલ મીડિયાથી ખબર પડી - INTERNATIONAL FLOWER SHOW AHMEDABAD

AMC દ્વારા અટલ બ્રિજ પર દર વર્ષની જેમ આ વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જોવા માટે નાગપુર અને રાજસ્થાનથી લોકો આવ્યા.

નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા
નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 5:22 PM IST

અમદાવાદ: જિલ્લાની સાબરમતી નદીના કાંઠે અટલ બ્રિજ પર અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શોનું દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે 25મા ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું ઉદ્ધાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાાં આવ્યો. પહેલા દિવસથી જ રાજ્ય સહિત આસપાસના રાજ્યોમાંથી લોકો માત્ર આ ફ્લાવર શો જોવા માટે અમદાવાદ આવી રહ્યા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ જાણ:રાજસ્થાનથી પોતાની પત્ની સાથે માત્ર ફ્લાવર શો જોવા માટે અમદાવાદ પધારેલા જશવંતસિંહ એ ETV BHARAT સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પહેલા દિવસે ફ્લાવર શોમાં ફરીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આ ફ્લાવર શોમાં નવા નવા ફ્લાવર્સની વેરાઈટી લગાડવામાં આવી છે. નવી નવી ડિઝાઇનો પણ બનાવવામાં આવી છે. તે જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે. તેમજ લોકોએ આ ફ્લાવર શોને જોવા માટે અહીં જોવા માટે આવવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે અમદાવાદમાં અટલ બ્રિજની પાસે ફ્લાવર શો થઈ રહ્યો છે. તે માટે અમે માત્ર ફ્લાવર શો જોવા માટે જ અમદાવાદ આવ્યા છીએ.

નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા (Etv Bharat Gujarat)

ફ્લાવર શો માટે સસ્તી એન્ટ્રી ફી: નાગપુરથી અમદાવાદ ફરવા માટે આવેલા અજય પતકી અને તેમના પત્ની ડૉ. અમિતા પતકીએ ETV BHARAT સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે નાગપુરથી આવીએ છીએ. ગતરોજ અમે અહીં આવ્યા હતા અને અમને ખબર પડી કે, અટલ બ્રિજની પાસે ફ્લાવર શો થઈ રહ્યો છે. અમારા માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, આ ફ્લાવર્સ જોવાનો મોકો મળ્યો. ડૉ. અમિતા પતકી દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે પહેલી વખત આવો ભવ્ય શો જોઈ રહ્યા છીએ અને ખૂબ આનંદ થઈ રહ્યો છે. વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, 70 રૂપિયાની એન્ટ્રી ફી નાખવામાં આવી છે. તે આ ફ્લાવર શો જોવા માટે ખૂબ જ રીઝનેબલ ભાવ છે. 70 રૂપિયા કોઈ ફી જ ન કહેવાય ખૂબ જ સુંદર આયોજન છે.

લોકોએ ફ્લાવર શો જોવા આવવું જોઇએ: અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી ફ્લાવર શો જોવા માટે આવેલા શૈલેષ પટેલે જણાવ્યું કે, તેઓ અમદાવાદમાં જ રહે છે. દર વર્ષે ફ્લાવર શોનું આયોજન થાય છે. જેને જોવા માટે તેઓ પહેલી વખત જ ફ્લાવર શો જોવા માટે આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે સર્વોતમ છે, મને લાગે છે કે સર્વે જનતાએ આ સુંદર આયોજનની અચૂકપણે મુલાકાત લેવી જોઇએ. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાઇટિંગનું કામ કરતા બાબુભાઈ સોલંકી ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, છેલ્લા 15 દિવસથી અમે અહીં ફ્લાવર શો માટે લાઇટિંગનું અને સજાવટનું કામ કરી રહ્યા છીએ. જેથી લોકોને આ અદ્ભુત ફ્લાવર શો જોવાનો લ્હાવો મળે અને એક સારો ઉત્સવ બની રહે.

આ પણ વાંચો:

  1. ફ્લાવર શોમાં પહોંચ્યા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ', અમદાવાદીઓ માટે કહી એક ખાસ વાત, જાણો

ABOUT THE AUTHOR

...view details