ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા, એક તો પ્રતિષ્ઠીત કંપનીનો સેલ્સ મેનેજર

સુરત ક્રાઈમ બ્રાન્ચની બે અલગ-અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારો માંથી કરોડોનો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે.

સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા
સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સુરત: પોલીસ છેલ્લા ચાર વર્ષથી 'નો ડ્રગ્સ ઈન સિટી'નું અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચની બે અલગ-અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારો માંથી કરોડોનો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે.

કુલ પાંચ શખ્સો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા: સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે અલગ-અલગ વિસ્તારો માંથી પાંચ આરોપીઓને કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.

સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે શહેરના જહાંગીરપુરા વિસ્તાર માંથી બે આરોપીઓને 1 કિલોના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 97,37,400 થાય છે. બંને આરોપીઓ કોસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાઈ કરવાનાં હતા.

જોકે બંને આરોપીઓએ પોલીસને જોઈ બાઈક મૂકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા. બંને આરોપીઓને પકડવા માટે પોલીસે એક્સ્ટ્રા ફોર્સ બોલાવી હતી અને આખો વિસ્તાર કોમ્બિંગ કરી છ કલાક બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરતમાં 5 શખ્સો કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)

અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા: ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચેઇન, મોબાઈલ સ્નેચિંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. આરોપીમાં તામિર અબ્દુલ કયુમ શેખ અને સાહિલ અલ્લા ગુલામ મહંમદ દિવાન નામના આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે, તેઓ કોસંબા ખાતે છત રીપેરીંગની કામગીરી કરે છે.

એક જ દિવસમાં બે અલગ-અલગ જગ્યાએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું (Etv Bharat Gujarat)

સચિન વિસ્તારમાંથી 3 આરોપી ઝડપાયા: પોલીસની બીજી એક ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને 554.82 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 55,48,200 થાય છે. ત્રણે આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા. પકડાયે આરોપી ઈરફાન પાઠણ જેઓ રાજસ્થાનમાં બીકોમનો અભ્યાસ કરે છે.

કોણ છે આરોપીઓ: આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે. બીજો આરોપી મોહમ્મદ તૌસીફ જેઓ મુગલસરાઈ પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડની દુકાન ચાલવે છે અને ત્રીજો આરોપી અસફાક કુરેશી જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા? કોની પાસેથી લાવ્યા હતા? સુરતમાં ક્યાં ક્યાં આપવાના હતા ? તે અંગે પુછપરછ કરી છે.

  1. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, અંકલેશ્વરની ફેકટરીમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતો આરોપી ઝડપાયો
  2. સુરતમાં વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાના બહાને 21 લાખ પડાવ્યા, એક આરોપીની ઘરપકડ

ABOUT THE AUTHOR

...view details