ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ, અમદાવાદ ખાતે 60 વર્ષીય દર્દી સારવાર હેઠળ - HMPV VIRUS

કચ્છમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો. આદિપુરના 60 વર્ષીય વૃદ્ધનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેઓ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કચ્છમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો
કચ્છમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 9:12 AM IST

કચ્છ:ગુજરાતમાં HMPV વાયરસનાં કેસ સતત નોંધાઈ રહ્યા છે, તે વચ્ચે કચ્છમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. પૂર્વ કચ્છના આદિપુર નજીક માથક રોડ પર રહેતા 60 વર્ષિય પુરુષ દર્દી આ HMPV વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

વૃદ્ધની ખાનગી હોસ્પિટલમાં સારવાર: કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીતેષ ભંડેરીએ જણાવ્યું કે, 60 વર્ષીય વૃદ્ધને 3 દિવસથી શરદી, ઉધરસ અને તાવ રહેતો હતો અને શરીરમાં કળતર પણ થતી હતી. જેથી તેઓ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં વિવિધ રીપોર્ટસ કરાવાયા હતા. જેમાં હોસ્પિટલે કરાવેલા HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વૃદ્ધની હાલમાં તબિયત સ્થિર: જો કે, આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને હવે તેની તબિયત પણ સ્થિર છે. હાલમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ વાયરસ નવો નથી. પરંતુ ઘણાં વર્ષોથી ભારતમાં તે ફેલાતો રહ્યો છે. હાલમાં ચીનમાં HMPVના દર્દીઓની સંખ્યામાં ઊછાળો આવ્યો છે. ત્યારે ભારતમાં પણ અંદાજિત 15 જેટલા અને ગુજરાતમાં 4 જેટલા HMPVના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો:

  1. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: કચ્છમાં 17 વર્ષના કિશોરે ગેમ હારી જતા કર્યો આપઘાત, પરિવાર આઘાતમાં...
  2. શું આપ સમગ્ર કચ્છને એક જ સ્થળે માણવા ઇચ્છો છો તો મુલાકાત લો 'ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ'ની...

ABOUT THE AUTHOR

...view details