અમદાવાદઃભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ફરિયાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી કે, ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે ગજેન્દ્ર પરમાર વિરોધ ફરિયાદ નોંધવામાં આવી છે બે દિવસ પછી ગુજરાત હાઇકોર્ટનો લેખિત ઓર્ડર સામે આવશે. ઉલ્લેખનીય છે કે મહિલાની દુષ્કર્મની ફરિયાદ ત્રણેક વર્ષ પહેલાની છે અને હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી ત્યારે જઈને તે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી છે. આટલા વર્ષો પછી હવે મહિલાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે મહિલાને ન્યાય ક્યારે મળશે તેની તો કલ્પના જ કરી શકાય તેમ નથી. કારણ કે પોલીસ માટે હવે આ ઘટનામાં પુરાવાઓ એકત્ર કરી આરોપ સિદ્ધ કરવામાં આંટા ચઢી જાય તેવી સ્થિતિ છે. આગામી સમયમાં પોલીસ આ ઘટનામાં કોર્ટ સામે કયા કયા પુરાવા લઈને ઊભી રહે છે અને કેવી રીતે ન્યાયાલયને ન્યાય કરવામાં મદદરુપ થાય છે તે જોવું રહ્યું.
ધારાસભ્ય સામે ધમકીનો કેસ પણ નોંધાયો
ગાંધીનગર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મનો આરોપ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદની મહિલાએ દુષ્કર્મ મુદ્દે ગજેન્દ્ર સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. જુલાઈ 2020 ફેબ્રુઆરીથી 2021 દરમિયાન ગજેન્દ્રસિંહ પીડિતા સાથે દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ છે. તેની ફરિયાદ હાઇકોર્ટના આદેશ બાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં નોંધવામાં આવી. ગજેન્દ્રસિંહ સામે દુષ્કર્મ એટ્રોસિટી અને ધાગધમકી સહિતના ગંભીર આક્ષેપો સાથે આમ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ બનાવનાર સંદર્ભમાં ગજેન્દ્ર પરમાર વિરોધ કલમ 376 હેઠળ દુષ્કર્મ અને કલમ 506 હેઠળ ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યા હતા અને આ મુદ્દે કોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી કે, હજી સુધી કેમ એફઆઈઆર નોંધવામાં નહીં આવી? સાથે જ એડવોકેટ જનરલે કોર્ટમાં બાહેંધરી આપી હતી, કે આ આદેશ બાદ આજે ગાંધીનગર પોલીસે ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગજેન્દ્રસિંહ પરમાર પર દુષ્કર્મ આચાર્યા બાદ જાતિ વિશેષય ટિપ્પણી કર્યાનું પણ આયોગ સામે આવ્યું હતું. તેના પરિણામે તેમના ઉપર એસસીએસટી પ્રતિબંધ અધિનિયમ કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.
આ મુદ્દે પીડિતાના વકીલે હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યો અને કહ્યું હતું કે, આ પ્રકારની ફરિયાદ લેવાથી અને કાર્યવાહી થવાથી અને પીડિતાને નૈતિક બળ મળે છે અને તેથી ઉપર ન્યાય માટે તે આગળ આવશે. હવે કોઈ પીડીતા બોલવામાં ડરશે નહીં અને સામે આવીને આવા લોકો પર કાર્યવાહી કરવાની માગ કરશે.
- Ecozoneના વિરોધમાં મેંદરડામાં યોજાયું ખેડૂત સંમેલન: દિવાળીના તહેવારોમાં ઇકોઝોનના પૂતળાનું દહન કરશે
- ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન