ગુજરાત

gujarat

ETV Bharat / state

ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનો ગુજરાત સાથે રહ્યો અનેરો નાતો, ગુજરાતી કલાકાર દીપક અંતાણીએ વાગોળ્યા સંસ્મરણો - SHYAM BENEGAL GUJARAT RELATION

હિન્દી ફિલ્મના મહત્વના સર્જક અને સમાંતર ફિલ્મો થકી 1970ના દાયકામાં મહત્વનું યોગદાન આપનાર શ્યામ બેનેગલની ફિલ્મી યાત્રામાં ગુજરાતે અનેરું યોગદાન આપ્યું છે.

અભિનેતા દીપક અંતાણીએ શ્યામ બેનેગલ સાથેના સંસ્મરણો વાગોળ્યા
અભિનેતા દીપક અંતાણીએ શ્યામ બેનેગલ સાથેના સંસ્મરણો વાગોળ્યા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 24 hours ago

અમદાવાદ: દેશમાં સમાંતર અને અર્થપૂર્ણ હિંદી સિનેમાના અગ્રણી સર્જક શ્યામ બેનેગલ માટે ગુજરાતે તેમની કારકિર્દીના આરંભથી જ મહત્વનું યોગદાન આપ્યું છે. એક સમયે એડવર્ટાઈઝમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્યામ બેનેગલે તેમનું પહેલું સર્જન ગુજરાતી ભાષામાં કર્યું હતું. 1962માં શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટ્રી 'ઘેર બેઠા ગંગા' હતી. ત્યાર બાદ દેશમાં ખેડા -આણંદની શ્વેત ક્રાંતિના વિષયને કેન્દ્રમાં રાખીને 1976માં તેમણે સર્જેલ 'મંથન' ફિલ્મે દેશના ફિલ્મી ઇતિહાસમાં એક માઈલ સ્ટોન ફિલ્મ ગણાય છે.

અભિનેતા દીપક અંતાણીએ શ્યામ બેનેગલ સાથેના સંસ્મરણો વાગોળ્યા (ETV Bharat Gujarat)

મંથન ફિલ્મે શ્યામ બેનેગલને મોટી સફળતા અપાવી હતી. આ ફિલ્મે દેશના સહકારી ક્રાંતિને પ્રભાવિત કરી અને દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી હતી. મંથન ફિલ્મે 5 લાખ દૂધ ઉત્પાદકોએ માથાદીઠ રુપિયા બે ફાળો આપી નિર્માણ કરવામાં આવી હતી. જે દેશની ખરા અર્થમાં પ્રથમ ક્રાઉડ ફંડથી નિર્મિત ફિલ્મ હતી. 1976માં શ્યામ બેનેગલે નિર્મિત મંથન ફિલ્મ 2024ના કાન્સ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં નિર્માણ પામેલ મંથન ફિલ્મનો વિષય અને સ્ટોરી શું હતા?
મંથન શબ્દ જ હકારાત્મક છે, જે દર્શાવે છે કે મનનો નિચોડ કરી પ્રાપ્ત કરેલ સત્ય. મંથન ફિલ્મ એ ખેડા-આણંદના પરિપ્રેક્ષ્યમાં રચાઈ છે. મૂળે દૂધ ઉત્પાદન અને તેના સહકારી માળખાથી ગ્રામીણ વિકાસ કેવી રીતે બહુઆયામી બને એ તેનો મૂળ વિષય. મંથન ફિલ્મના એક સમયના દિગ્ગજ કલાકારોએ અભિનયનો ઓજસ પાથર્યો છે, જેમાં સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, અમરીશ પુરી મુખ્ય કલાકારો હતા. મંથનને 1977માં હિન્દી ભાષાની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને શ્રેષ્ઠ પટકથા એમ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

1976ના એકેડેમી એવોર્ડસ માટે પણ ભારતીય ફિલ્મ તરીકે મોકલવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ કલાકાર દીપક અંતાણી એ શ્યામ બેનેગલ સાથે મુજીબ નામની ઐતિહાસિક ફિલ્મમાં કામ કર્યું છે, એમણે ETV BHARAT સાથેની વિશેષ વાતચીતમાં શ્યામ બેનેગલને સરળ દિગ્દર્શક તરીકે ગણાવ્યા હતા.

શ્યામ બેનેગલ -એક અદ્ભુત ફિલ્મ સર્જક
શ્યામ બેનેગલને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ મેકર તરીકે શ્યામ બેનેગલે મંથન પહેલા ધ ક્વાએટ રેવોલ્યૂશન નામની ડોક્યૂમેન્ટ્રીનું નિર્માણ કર્યું હતુ. પોતાની મેરેથોન ફિલ્મ નિર્માણની યાત્રામાં તેઓએ 1973માં અંકુર, 1975માં નિશાંત, 1976માં મંથન, 1977માં ભૂમિકા જેવી દમદાર પેરેલર ફિલ્મો આપી હતી. 1994માં મમ્મો, 1996માં સરદારી બેગમ અને 2001માં ઝુબેદા ફિલ્મોને હિન્દીમાં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

પોતાની ફિલ્મ સર્જનની યાત્રા દરમિયાન શ્યામ બેનેગલને કુલ સાત વખત હિન્દી ફિલ્મનો શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ - 2005માં શ્યામ બેનેગલને ફિલ્મમાં પોતાના પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2018માં શ્યામ બેનેગલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્યામ બેનેગલ અનોખા ફિલ્મ સર્જક હતા, જે પોતાની ફિલ્મ થકી ભારતીય સમાજના પ્રશ્નોને વાચા આપી સમાજ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો:

  1. શ્યામ બેનેગલ પંચમહાભૂતમાં વિલીન થયાં, લોકોએ ભીની આંખે આપી સિનેમાના જાદૂગરને અંતિમ વિદાઈ
  2. માવઠાથી આંબા સહિત પાકોને કઈ રીતે રક્ષણ આપી શકાય : બાગાયત અધિકારીએ આપી આ ટિપ્સ

ABOUT THE AUTHOR

...view details