Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) જુનાગઢ: પાછલા 15 દિવસથી જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ વિસ્તાર સતત જળમગ્ન જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઘેડ વિસ્તારના તમામ ત્રીસ ગામોના ખેડૂતો અને ગામના પ્રતિનિધિ તરીકે સ્વયં ગામ લોકો હાજર રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થયેલા ખેડૂતો અને ગામ લોકોએ રાજ્ય સરકાર સમક્ષ ઘેડને પૂરના પાણીથી બચાવવા માટેની ચાર મુદ્દાની માંગણી કલેકટર દ્વારા રાજ્ય સરકારને મોકલી છે. અત્યાર સુધી ઘેડ ચોમાસામાં જળબંબાકાર થતું રહ્યું છે. પરંતુ હવે રાજ્યની સરકારે કોઈ અંતિમ નિરાકરણ કાઢવું પડશે. આવી આકરી અને કડક માંગ સાથે ખેડૂતોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ખેડૂતોની રાજ્ય સરકાર સમક્ષ ચાર માંગ: જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારને સાંકળતા ગામ લોકોએ આજે પ્રથમ વખત રાજ્યની સરકાર સમક્ષ ઘેડને દર વર્ષે વરસાદી પાણીથી ડૂબતું બચાવવા માટે ચાર મુદ્દાનો એક્શન પ્લાન ખેડૂતો અને ગામ લોકોએ રાજ્યની સરકારને મોકલ્યો છે. જેમાં ઘેડ વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવે, ઓઝત અને ભાદર નદીમાં જે કેમિકલ યુક્ત પાણી ભળી રહ્યું છે તેને સદંતર બંધ કરવામાં આવે, ઘેડને દર વર્ષે વરસાદી પાણીમાં જળબંબાકાર થતી કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને આ વર્ષે ઘેડ વિસ્તારમાં વરસાદી પૂરના પાણીથી ખેતીને જે નુકસાન થયું છે તેનું રાહત પેકેજ રાજ્યની સરકાર જાહેર કરે તેવી ચાર મુદ્દાની માંગણી જુનાગઢ જિલ્લા કલેકટર મારફતે રાજ્યની સરકારને મોકલી છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ઘેડ વિસ્તારના ચારથી પાંચ લાખ લોકો પ્રભાવિત: જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા જુનાગઢ જિલ્લાના બાટવા, માણાવદર, વંથલી, કેશોદ અને માંગરોળ તાલુકાના અંદાજિત ત્રીસ કરતાં વધુ ગામોના ચારથી પાંચ લાખ કરતાં વધારે લોકો દર વર્ષે ચોમાસાના ચાર માસ દરમિયાન અને ખાસ કરીને જ્યારે ઓઝત અને ભાદર નદીમાં પાણીનું પૂર આવે છે. આવી સ્થિતિમાં ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિ સર્જાય છે. તબીબી સવલતો મેળવવાનું તો દૂર રહ્યું મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે પણ ગામ લોકો ખૂબ જ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઘરમાં રાખેલું આખા વર્ષનું અનાજ પલળી જાય છે. સદનસીબે ઘેડમાં ડુબી જવાથી કોઈ વ્યક્તિનુ મોત થયુ નથી પરંતુ પશુધનને પણ આટલું જ નુકસાન થાય છે. આખા વર્ષનો ઘાસચારો પૂરના પાણીમાં તણાય જાય છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) સૌથી મોટું નુકસાન ખેતીલાયક જમીનને: દર વર્ષે ચોમાસા દરમિયાન ઓઝત અને ભાદર નદીના કાંઠા પર જે ખેતરો આવ્યા છે. તેમાં સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. દરિયાની માફક ધસમસતા આવતા વરસાદી પૂરના પાણી ખેતરની તમામ માટીને ખેંચી જાય છે. જેને કારણે દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાના કૃષિ પાકોની સાથે ચોમાસા બાદ ખેતરમાં નવી કાપવાળી માટી નાખવાનો પણ અલગથી ખર્ચ આવે છે. જેને ઘેડ વિસ્તારનો ખેડૂત પાછલા 30 વર્ષથી સતત ભોગવી રહ્યો છે. ઘેડ વિસ્તારમાં લાખો હેક્ટર જમીન ખેતીલાયક આવેલી છે. પરંતુ ચોમાસા દરમિયાન જળબંબાકાર થવાને કારણે ખેતી તો દૂર ખેતીલાયક જમીનને બચાવવી પણ ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે.
- બનાસકાંઠાના વડગામનો 1700 વર્ષ જૂનો પાણીયારી આશ્રમ આજે બન્યો છે લોકોનો પ્રિય પિકનિક પોઈન્ટ - Ancient Paniyari Ashram
- ભાજપ નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ-ગૌમાંસની હેરાફેરી, લોકોની ગીરવે મૂકેલી 76માંથી 35 કાર પોલીસે જપ્ત કરી - Ahmedabad News