રાજકોટ:સામજીક કાર્યોમાં અગ્રેસર રહેતા કોમેડિયન અને યુટ્યૂબર નીતિન જાનીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવો મળતા અને ખેડૂતોની સાચી સ્થિતિ જાણવા માટે યુવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવો મળતા નથી: નીતિન જાની - YOUTUBER NITIN JANI
ખજુરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ મળતા જ નથી.
Published : Nov 10, 2024, 8:41 PM IST
|Updated : Nov 10, 2024, 9:18 PM IST
રાજકોટના જસદણમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નીતિન જાની (ખુજુર)એ ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ક્યારે પણ મગફળીના ભાવો મળતા નથી. તેથી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ વિઝીટ કરવા કરતાં ખેડૂતોના ખેતરમાં વિઝીટ કરવી જોઈએ, ખેડૂતોના ખેતર અને ઘર ની વિઝીટ કરવાથી તેમના અવેરનેસ આવશે.
નીતિન જાનીએ આગળ જણાવ્યું હતું કે, લોકો ખેડૂત વિષે જાણે છે પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે,તેના ભાવો મળે છે કે નથી મળતાં, તે મુદ્દા પર કોઈ પાસે નોલેજ નથી, એટલે ખેડૂતો પ્રત્યે અવેરનેસ થવા અંગે યુવાઓને આગળ આવવાની વાત કરી હતી. તેમનું માનવું છે કે, ખેડૂતો આગળ વધે, સારી વસ્તુઓ મળે, એના માટે યુવાનોઆગળ વધશે તેટલું ગુજરાત અને ભારતનું કલ્યાણ થશે.