જુનાગઢ: ખોરાસા ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત વરજંગભાઇ વાજાની આંબાવાડીમાં એક અચરજ પમાડતો આંબો અને તેમાં કેરી જોવા મળે છે. સામાન્ય રીતે આંબામાં એક સાથે નાની મોટી કેરી અને ફૂલ જોવા મળતા નથી. પરંતુ આ આંબામાં લખોટીના કદથી લઈને લાડુના કદ સુધીની કેરી અને સાથે સાથે મોર અને ખાખડી કેરી પણ જોવા મળે છે. આ પ્રકારનો ફેરફાર કુદરતી રીતે થયો હોવાનું ખેડૂત માની રહ્યા છે. પરંતુ લખોટીના આકારની કેરીથી ખેડૂત ખુદ આશ્ચર્યમાં પડી ગયા છે.
આંબાવાડીમાં લખોટીના સાઇઝની કેરી: ગીરમાં ખોરાસા ગીર ગામના વરજંગભાઈ વાજાના આંબાવાડિયામાં અચરજ પમાડતો એક બારમાસી આંબો જોવા મળે છે. જેમાં એક જ સમયે આંબામાં લાગેલા મોર ખાખડી કેરી તેમજ લખોટીના આકારની કેરીની સાથે પુખ્ત બનેલી લાડુના આકાર જેવી કેરી એક જ સમયે જોવા મળે છે. જેને લઈને ખુદ ખેડૂત વરજંગભાઈ પણ અચંબામાં પડી ગયા છે. ખેડૂત વરજંગભાઈ પાછલા ઘણા વર્ષોથી બાગાયત ખેતી અને નર્સરી સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા આ કલમ કરીને ખુદ તેના આંબાવાડીમાં ઉગાડવામાં આવી હતી. પરંતુ તેમાં આજે લખોટી અને લાડુ સાઇઝની કેરી જોવા મળતા, તેઓ ખુદ અચરજમાં મુકાઈ ગયા છે.
જુનાગઢના ખોરાસા ગીર ગામની આંબાવાડીમાં વિચિત્ર કેરી જોવા મળતા ખેડૂત આશ્ચર્યચકિત છે. (ETV BHARAT GUJARAT) વર્ષમાં 3થી 4 વખત કેરીની આવક:ખેડૂત વરજંગભાઈ વાજા તેમની આંબાવાડીમાં કેસર કેરીની સાથે અન્ય કેટલાક આંબાની ખેતી પણ કરે છે. એ ખેતરમાં અલગ અલગ પ્રકારના આંબા આજે પણ જોવા મળે છે. પરંતુ જે રીતે લખોટી અને લાડુના આકારની કેરી અને તે પણ વર્ષમાં 4 વખત આવે છે. તેને લઈને પણ પોતે ખેડૂત પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. તેઓ માને છે કે, આ પ્રકારનો ફેરફાર કુદરતી રીતે હોઈ શકે છે. તેમના દ્વારા આવી કેરીની કલમ કે કોઈ આંબાનું વાવેતર કરવામાં આવ્યું ન હતું. પરંતુ માત્ર કલમ કરી અને થોડા વર્ષો પછી તેમાં આ પ્રકારે કેરી લાગતી જોવા મળી હતી. જેના કારણે તેઓ ખુદ અચરજમાં મુકાઈ ગયા છે.
જુનાગઢના ખોરાસા ગીર ગામની આંબાવાડીમાં વિચિત્ર કેરી જોવા મળતા ખેડૂત આશ્ચર્યચકિત છે. (ETV BHARAT GUJARAT) જુનાગઢના ખોરાસા ગીર ગામની આંબાવાડીમાં વિચિત્ર કેરી જોવા મળતા ખેડૂત આશ્ચર્યચકિત છે. (ETV BHARAT GUJARAT) કેરીઓ ઝૂમખા સ્વરુપે પણ જોવા મળે:આ અલગ પ્રકારના આંબામાં વર્ષમાં 4 વખત મોર અને કેરી આવે છે. જે ઝૂમખા સ્વરૂપે પણ જોવા મળે છે. આ વિસ્તાર ચૂનાના પથ્થરવાળો હોવાને કારણે પણ ઓછા પાણીએ ખેતી થતી હોય છે. ચૂનાના પથ્થરને કારણે આંબાને મળતું કેલ્શિયમ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. જેથી અન્ય આંબાવાડીયા માટે પણ આ વિસ્તારમાં કેરીઓ માટે ખૂબ સારું માનવામાં આવે છે.
આ પણ વાંચો:
- મત્સ્ય ઉદ્યોગ થયો 'મંદ', સૌરાષ્ટ્રના બંદરોથી નિકાસમાં ઘટાડો, શું રહ્યા કારણો જાણો અહેવાલમાં...
- લોક બોલીમાં ગવાતા લગ્નમાં ગવાતા ફટાણા, આજે આધુનિક સમયમાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે