ગુજરાત

gujarat

ETV Bharat / state

હાસ્ય કલાકારોની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા... - VASANT PARESH BANDHU PASSED AWAY

ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ 'બંધુ' નું દુઃખદ નિધન... Vasant Paresh Bandhu passed awaya

હાસ્ય કલાકારોની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા
હાસ્ય કલાકારોની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 5:44 PM IST

જામનગરઃ જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાનો એક આગવી ઓળખ ઊભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા.

જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ એટલે કે બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમુજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા છે. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે ફાની દુનિયાને અલવિદા કહી અને તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.

જામનગરના એક સિતારાની અલવિદા (Etv Bharat Gujarat)

સદગતની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન ર૦૩, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-૧ જામનગરના સ્થળેથી થી બપોરે ૪.૩૦ વાગ્યે નીકળશે. તેમના અંતિમ દર્શન માટે હાલમાં ઘણા લોકો આવી ચુક્યા છે.

તેમના પુત્રએ કહ્યું કે, દેશ વિદેશમાં જેમણે લોકોના હૈયામાં સ્થાન મેળવ્યું હતું તે વસંત પરેશ ખેતસીભાઈનું નિધન થયું છે. કલાની દુનિયામાં તેમની એક ખોટ ઊભી થઈ છે. એક રત્ન ગુમાવ્યો છે. વસંત પરેશ બંધુની કેસેટ, સીડીઝ લોકો સાંભળતા અને તેનાથી તેમની ઓળખ ઊભી થઈ હતી. તેમને જામનગરે ઓળખ આપી તે બદલ વસંત પરેશ બંધુના પરિવાર દ્વારા જામનગરના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમની અલવિદાને સ્વિકારી શ્રીજી તેમને શાંતિ અર્પે તેવી પ્રાથના કરું છું.

  1. હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન', આ તારીખથી કરી શકો ટિકિટ બુક
  2. અમિત શાહના નિવેદન બાદ અમદાવાદમાં NSUI નો વિરોધ, માફી નહીં માંગે તો વિરોધ વધુ ઉગ્ર બનશે'ની ચીમકી

ABOUT THE AUTHOR

...view details