ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં નકલી એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 43 લાખનો મુદ્દામાલ જપ્ત - Fake allopathic medicine

ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર GIDCમાં શ્રી હેલ્થકેરના નામે આ ફેક્ટરી ચાલતી હતી , જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા (Raid) પાડ્યા હતા અને 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી. ફુડ એન્ડ ડ્રગ વિભાગે 4 કરોડથી વધુના API તેમજ મશીન જપ્ત કર્યા છે જ્યારે શંકાસ્પદ APIના 5 સેમ્પલ તપાસ માટે મોકલાયા છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 9:12 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને તાજેતરમાં ગેરકાયદેસર વગર પરવાને ચાલતી શ્રી હેલ્થકેર, ઇ-૧૨૫, જી.આઇ.ડી.સી., ગાંધીનગર માં રેડ પાડવામાં આવી હતી. માલિક ભાવીન ગોરધન પટેલ દ્વારા ખોટા ઉત્પાદન લાયસન્‍સ નંબર G/25/2907 અને G/28/2235, GSTIN / UIN: 24ASSPP8301R1ZWનો ઉપયોગ કરી ગેરકાયદેસર વગર પરવાને એલોપેથીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી છે.

નકલી દવાનું ઉત્પાદનઃઆ ફેક્ટરીમાં ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવવાના જરૂરી મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી મશીનો પણ બારોબાર વેચી દીધા હતા. મશીન વેચી નકલી દવાઓનું ઉત્પાદન કરી વેચાણ પણ ચાલુ કરી દીધું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નકલી દવાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. તંત્રની તપાસ દરમ્યાન ટેબલેટ, કેપસ્યુલના ઉત્પાદનમાં વપરાતા એક્સીપીયન્‍ટ જેવા કે, સ્ટાર્ચ, DCP, Empty Hard Gelatin Capsule ડમી પેલેટ્સ, ઓમેપ્રાઝોલ (API), Azithromycin, Antibiotic ૨૫ કીલો વાળા 12 ડ્રમ એટલે કે 300 કીગ્રા API તથા ઉત્પાદનના ટેસ્ટીંગ માટે વપરાતા સાધનો જેવા કે, ટેબલેટ ડીસઇન્ટીટ્રીગ્રેશન ટેસ્ટ એપરેટ્સ, ફ્રાયેબીલીટી ટેસ્ટ એપરેટ્સ, PH મીટર, ઇલેક્ટ્રોનીક વઇંગ બેલેન્‍સર વગેરે મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું હતું.

43 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્તઃ વેચાણ કરવામાં આવતા API ઘટક Azithromycin, Paracetamol, Methyl Cobalamin, Prgabalin, Thiocolchicoside મા યોગ્ય APIને બદલે DCP Starch કે અન્ય સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ બનાવટી દવાનું વેચાણ કર્યાનું ખુબ જ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની શંકાના આધારે તંત્રના અધિકારીઓએ નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેઓ દ્વારા લગભગ ૪ કરોડ રૂપિયાનું પેકીંગ મટીરીયલ, ફાર્મામશીનરી અને બનાવટી API નું વેચાણ ગુજરાત તથા અન્ય રાજ્યના ઉત્પાદકોને ટેબલેટ તેમજ કેપસ્યુલ જેવી દવાઓ બનાવવા કર્યાનું તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી 43 લાખ રૂપિયાનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે. તેઓએ રોમટીરીયલ, કેપસ્યુલ, ટેબલેટ બનાવી ક્યાં ક્યાં વેચાણ કરેલ છે તેમજ તેઓના ત્યાંથી API મેળવી કયા કયા ઉત્પાદકોએ ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવી માર્કેટમાં વેચાણ કરેલ છે તે અંગે તંત્રના અધિકારીઓએ તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.

ઉત્પાદકની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય ખોટા ઉત્પાદન લાયસન્‍સ લખી અને માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના ઉત્પાદક, વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે... ડૉ. એચ. જી. કોશીયા(કમિશનર ઓફ ફુડ સેફ્ટી)

  1. Sabarkantha Crime News: હિંમતનગર ખાતે રેડ દરમિયાન 40 લાખ રુપિયાની નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો
  2. કોરોનામાં 7.50 લાખની કિંમતની નકલી દવાનો જથ્થો ઝડપાયો, રાજ્યવ્યાપી દરોડો

ABOUT THE AUTHOR

...view details