ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પરીક્ષામાં ગેરરીતિનો મામલો ગરમાયો, સસ્પેન્ડેડ આચાર્યએ ઝેરી દવા ગટગટાવી - Exam malpractice case - EXAM MALPRACTICE CASE

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી. એલ. પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. આ બાબતે કેન્દ્રના નિરીક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા હતા. જોકે હાલમાં જ તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.

સસ્પેન્ડેડ આર્ચાયએ ઝેરી દવા ગટગટાવી
સસ્પેન્ડેડ આર્ચાયએ ઝેરી દવા ગટગટાવી

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 5:46 PM IST

વડોદરામાં પરીક્ષામાં ગેરરીતિનો મામલો ગરમાયો

વડોદરા :માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી. એલ. પટેલ હાઈસ્કૂલમાં ગેરરીતિની ઘટના સામે આવી હતી. 18 માર્ચે ધોરણ 10 ના પેપર દરમિયાન ખંડ નિરીક્ષક પાસેથી પરીક્ષામાં ઉત્તર લખેલું સાહિત્ય મળી આવ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓને જવાબ લગાવતા હતા. ત્યારબાદ DEO દ્વારા કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આચાર્યએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ હાલ ડભોઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો મામલો :આ ઘટના અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કવોડ તરીકે પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇટ વિઝિટ કરી હતી. સરકારી પ્રતિનિધિઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ બિલ્ડિંગમાં તપાસ કરતા રહે અને ક્યાંય કોઇ અઘટિત ઘટના જણાય તો તુરંત જ જાણ કરે છે. આ પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામના પરીક્ષા કેન્દ્ર પર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખેલા ઉત્તરનું સાહિત્ય સરકારી પ્રતિનિધિને મળ્યું હતું. એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે.

કોણ લાવ્યું કાપલી ?જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રતિનિધિએ આ અંગે નિરીક્ષકને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ હકીકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકી હતી. એના આધારે પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે. કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. ખંડ નિરીક્ષકને આ અંગે પૂછતા તેને પટાવાળાએ આ સાહિત્ય આપ્યું હોવાની વાત કરી હતી. પટ્ટાવાળાએ કેન્દ્ર સંચાલકે સાહિત્ય આપ્યું હોવાની વાત કહી હતી.

કેન્દ્ર નિરીક્ષક વિરુદ્ધ કાર્યવાહી : તમામ કર્મચારીઓનો પક્ષ જાણવામાં આવ્યો અને ત્યારબાદ કેન્દ્ર સંચાલક વાસુદેવ પટેલે ઉત્તર લખેલું સાહિત્ય આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું. જેથી સંબંધિત કેન્દ્ર સંચાલક એટલે શાળાના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય તે અંગે વધુ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના આપવામાં આવી છે. આ મામલે સમગ્ર રિપોર્ટ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે. બોર્ડની કમિટી સુનાવણી કરીને નિર્ણય લેશે.

આચાર્યએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ :આ સમગ્ર ઘટનાને કારણે શાળાના પ્રિન્સિપાલ વાસુદેવ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની હકીકત સામે આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, એવું જાણવા મળ્યું છે કે તેઓ દ્વારા એવું કોઈ પગલું ભરવામાં આવ્યું છે. એવું બની શકે કે તપાસના અંતે તેમની સામે સરકારી ધારાધોરણ પ્રમાણે પગલાં લેવાશે તેવા ડરના કારણે એવું કોઈ પગલું ભર્યું છે, એવું સાંભળવા મળ્યું છે. આમ, હાલ તો આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ વધુ હકીકત તો કાયદેસરની કાર્યવાહી અને તપાસમાં બહાર આવશે.

  1. Vadodara Crime : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
  2. 1 Protester Died: પીવાના પાણીની સમસ્યાની રજૂઆતે 1 નાગરિકનો ભોગ લીધો, વડોદરા મનપા કચેરીમાં ઢળી પડ્યાં

ABOUT THE AUTHOR

...view details