જૂનાગઢ :ચોમાસાની શરૂઆત સાથે જ જૂનાગઢ અને ગીર પંથકમાં કેસર કેરી આવક પૂર્ણ થયાની જાહેર થઈ ગઈ છે, પરંતુ કચ્છ તરફની હજુ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરી આવી રહી છે. આગામી ચાર-પાંચ દિવસમાં કેરીની સંપૂર્ણ સિઝન પૂર્ણ જાહેર થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે બજાર ભાવમાં ઐતિહાસિક ઉછાળો પણ જોવા મળ્યો છે.
જૂનાગઢ APMC માં કેરીની આવકમાં બમ્પર ઘટાડો (ETV Bharat Reporter) માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક :પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત કેરીની આવક ઘટી છે, તેની સામે ખેડૂતોને પ્રતિ 10 કિલો કેરીના એક બોક્સના સરેરાશ બજાર ભાવમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રુ. 250 થી લઈને રુ. 400 સુધીનો તગડો વધારો મળ્યો છે
કેરીની આવક અને બજાર ભાવ :જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષ 2023 દરમિયાન કુલ 8.67 લાખ કેરીના બોક્સની આવક નોંધાઈ હતી. જેની સામે નીચામાં પ્રતિ 10 કિલોના 400 રૂપિયાથી લઈને ઊંચામાં રુ. 700 સુધીના બજાર ભાવ ખેડૂતોને મળ્યા હતા.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2.73 લાખ કેરી બોક્સની આવક સાથે ઘટાડો નોંધાયો છે. પરંતુ સારી અને ગુણવત્તાયુક્ત કેરીના બજાર ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 700 રૂપિયા પ્રતિ 10 કિલોના નોંધાયા હતા. જેમાં આ વર્ષે 400 રૂપિયાનો વધારો થઈને પ્રતિ 10 કિલોના ભાવ 1100 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યા હતા.
કેરીના ઉત્પાદનમાં ઘટાડો :આ વર્ષે વાતાવરણની વિપરીત અસર તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનું ઉત્પાદન ઓછું રહેશે તેવી શક્યતા કેરી સીઝનની શરૂઆતના દિવસોમાં જ વ્યક્ત કરાઈ હતી. તે મુજબ આ વર્ષે 5.94 લાખ પ્રતિ 10 કિલો કેરીના બોક્સની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. જેમાં પ્રતિ 10 કિલોના નીચામાં રુ. 500 અને ઊંચામાં 1100 રૂપિયા સુધીના બજાર ભાવ ખેડૂતોને મળ્યા છે.
- કચ્છના ખેડૂતનો પ્રયોગ: હાફુસ અને બદામ કેરીના મિશ્રણથી "સોનપરી" કેરીની નવી જાત વિકસાવી
- પ્રાકૃતિક ખેતી થકી "કેરી કિંગ" બન્યા નિલેશ પટેલ, જાણો આંબાની માવજતની વિશેષ પદ્ધતિ