બાંધકામ દબાણ હટાવવાની કાર્યવાહી જામનગર : જામનગરમાં દાદાનું બુલડોઝર ફરી સાઇચા બંધુઓના બંગલા પર અને ફાર્મ હાઉસ પર આજરોજ ફરી વળ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં પાણાખાણ પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર મસમોટા ત્રણ બંગલાઓ સાઇચા બંધુઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા હતાં. ત્યારે આજે તેની અન્ય મિલકતો પર બુલડોઝર ફેરવાતું જોવા મળ્યું હતું.
સાઇચાબંધુઓની 6 મિલકતો ધ્વસ્ત કરાઇ : આજરોજ જામનગરના કુખ્યાત સાઇચા બંધુઓની કુલ છ મિલકતો પર તોડપાડ કરવામાં આવી છે.દબાણ કરાયેલા બાંધકામ દૂર કરીને કુલ 55 હજાર ફૂટ જેટલી જગ્યા દબાણમુક્ત કરવામાં આવી છ્ે.
તંત્રના બંદોબસ્ત સાથે થઇ કામગીરી :જામનગરના માથાભારે સાઇચાબંધુઓના ગેરકાયદે બાંધકામ દૂર કરવાને લઇને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તેમજ ડીવાઇએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે સાઇચા બંધુઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જોવા મળતો હતો. ખાસ કરીને શિક્ષિકાને મરવા માટે મજબૂર કરી હતી તો તાજેતરમાં જ વકીલનું ઘાતકી મર્ડર કરવામાં આવ્યું.હજુ પણ શહેરમાં જે પણ જગ્યાએ સાઇચા બંધુઓના ગેરકાયદેસર બાંધતા મળશે તે તોડી પાડવામાં આવશે.
25 વર્ષથી દબાણ હતાં : 25 વર્ષથી જામનગરના બેડી વિસ્તારમાં અનેક જગ્યાએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાનો બનાવી દેવામાં આવ્યા હતાં. જોકે જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને બાદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હજુ આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.
- Jamnagar Crime : જામનગરમાં લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર બુલડોઝર ફરી વળ્યું
- Jamnagar News : માથાભારે તત્વોની ખેર નથી, જામનગરના આ કુખ્યાત ગુનેગારનો બંગલો તોડી પાડવામાં આવ્યો