ઉપલેટા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ (Etv Bharat Gujarat) રાજકોટ:શનિવારે જિલ્લાના ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના અગ્રિમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢી વર્ષ માટેના બીજા ટર્મના ચેરમેન તેમજ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતેના ચેરમેનની અને વાઈસ ચેરમેનના પદની પસંદગી માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચુંટણી પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને અગ્રીમ ગણાતી એવી રાજકોટ જીલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી, ત્યારે આ ચૂંટણીમાં રસ્સા કસસી ભર્યો માહોલ પણ જોવા મળ્યો હતો જો કે અંતે ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે અને રીપીટ થિયરી પણ જોવા મળી છે.
શનિવારે તારીખ 29 જૂન 2024 ના રોજ રાજકોટના ઉપલેટા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢી વર્ષ માટેના બીજા ટર્મના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડના પ્રથમ ટર્મના વોઇસ ચેરમેન તરીકે રહી ચૂકેલા હરી ઠુંમર (હરિ ભોલે) ની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી હતી અને સાથે જ વાઇસ ચેરમેનના પદ માટે વિનુ ઘેટીયાની પસંગગી ઉપલેટા ખાતે કરવામાં આવી છે.
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં અઢી વર્ષનો સમય ગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. આ ચેરમેન પદ માટે રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશ ત્રિવેદી દ્વારા મેન્ડેડ લાવવામાં આવ્યું હતું. આ મેન્ડેડ માં ચેરમેન તરીકે હરિ ઠુમ્મર તેમજ વાઈસ ચેરમેન માટે વિનુ ઘેટીયાના નામનું મેન્ડેડ આવ્યું હતું. આ ચૂંટણીમાં પરેશ ઉસદડીયાએ મેન્ડેડ વિરૂધ્ધ જઈને માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ માટેનું પણ ફોર્મ ભર્યું હતું. આ મેન્ડેડ વિરૂધ્ધ જઈને પરેશ ઉસદડીયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપલેટાની આ ચૂંટણીમાં કુલ 17 સભ્યોએ મતદાન કર્યું હતું ત્યારે આ મતદાનમાં હરિ ઠુમ્મરને કુલ 11 મત મળ્યાં તેમજ પરેશ ઉસદડીયાને 06 મત મળ્યા હતા. અહિયાં હરિ ઠુમ્મરને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા હતા જ્યારે વાઈસ ચેરમેન તરીકે વિનુ ઘેટીયાંનિ બિન હરીફ વરણી થઈ હતી.
આ સાથે ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીના એક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગોંડલનાં માર્કેટ યાર્ડમાં વર્તમાન ચેરમેન અલ્પેશ ઢોલરીયા તથા વાઈસ ચેરમેન પદના ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી અઢી વર્ષ માટે રિપીટ કરાયા હતા. અહીંયા ચૂંટણી માત્ર ઔપચારિક બની હતી કારણ કે, યાર્ડમાં ચેરમેન, વાઈસ ચેરમેનને યાર્ડના ડિરેક્ટર, દલાલ મંડળ, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને ધર્મેન્દ્રસિંહના કાર્યકાળ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઓનલાઈન યાર્ડ બન્યું છે. ખેડૂતોની જણસીની ખરીદ વેચાણ સહિતની અને પ્રક્રિયાઓ ઓનલાઈન થઈ છે. ખેડૂતો માટે યાર્ડમાં સુવિધાઓ વધારવામાં આવી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, અમે ભાગયશાળી છીએ કે અમને ફરી પાછો ખેડૂતોની સેવા કરવાનો મોકો મળ્યો છે. યાર્ડ દ્વારા યાર્ડની પાછળ 38 વિઘા જમીન લીધી છે જેમાં 38 વિઘામાં સીસી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની જણસી રહે તે માટે વિશાળ શેડ બનાવવામાં આવે છે. સેનિટેશન વિભાગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભારતનું કદાચ પહેલું એવું ગોંડલનું માર્કેટીંગ યાર્ડ બનશે કે કે જેમાં અહીંયા ગોંડલમાં કદાચ 10 ઇંચ વરસાદ પડે તો પણ ખેડૂતોએ મહામહેનતે પકાવેલો પાક પલળે નહીં તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ યાર્ડ ખેડૂતોનું માર્કેટીંગ યાર્ડ છે. આ યાર્ડ વેપારીનું માર્કેટીંગ યાર્ડ નથી. આજે પણ ખેડૂતના માલના ટર્ન ઓવરમાં માર્કેટીંગ યાર્ડ અવ્વલ નંબર પર છે.
વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે, ખેડૂતોની જણસીના પૂરતા ભાવ નથી. તે અંગે પૂછવામાં આવતા અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં વિરોધ પક્ષ નથી. સમગ્ર ગુજરાતની અંદર જો કોંગ્રેસ મુક્ત પ્રજાએ જેને લોકશાહીમાં ઝાકારો આપ્યો હોઈને એવું જો સેન્ટર હોઈ તો આ ગોંડલ છે. અહીં એક મેન્ડેડ પર કોંગ્રેસનો એક પણ માણસ ચુંટાતો નથી એનો મતલબ એ છે કે, એને ઝાકારો આપે છે. જો એને પ્રજા ઝાકારો ના આપતી હોય તો યાર્ડ પ્રગતિ ના કરતું હોય તેવું જણાવ્યું હતું.
- ઉપલેટામાં પાંચના મૃત્યુ બાદ તંત્ર ઊંઘ માંથી જાગ્યું, ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચ્યો ધન્વંતરી રથ - Upaleta factory Children die